Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તારી લાઈફ બનાવી દઈશ કહીં, માસાએ ભાણી સાથે 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

માસાએ ફોસલાવી ભાણી સાથે શારીરિક સંબંધ રાખ્યો 3 વર્ષથી માસાએ ભાણીની ઈજ્જતના લીરા ઉડાડ્યા આ વીડિયો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે Ahmedabad Crime Story: મેં તમારું શું બગાડ્યું હતું, તમે મારી સાથે કેમ આવું કર્યું.... આ વાક્યો એક ભાણીના...
તારી લાઈફ બનાવી દઈશ કહીં  માસાએ ભાણી સાથે 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
  • માસાએ ફોસલાવી ભાણી સાથે શારીરિક સંબંધ રાખ્યો

  • 3 વર્ષથી માસાએ ભાણીની ઈજ્જતના લીરા ઉડાડ્યા

  • આ વીડિયો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે

Ahmedabad Crime Story: મેં તમારું શું બગાડ્યું હતું, તમે મારી સાથે કેમ આવું કર્યું.... આ વાક્યો એક ભાણીના છે. જે તેના માસા માટે બોલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાંથી એક માસા-ભાણીના સંબંધોનો લાંછન લગાવતો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં માસા સામે વેજપુર વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મૃતક યુવતીના ભાઈએ તેના માસા વિરુદ્ધ દુષ્કર્મ, આત્મહત્યા અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

Advertisement

માસાએ ફોસલાવી ભાણી સાથે શારીરિક સંબંધ રાખ્યો

મળતી વિગતો મુજબ, વેજપુલમાં રહેતા એક પરિવારની દીકરી ચાંગોદરમાં આવેલી એક માસાની ફેક્ટરીમાં કામ કરતી હતી. આજથી ચાર વર્ષ પહેલા યુવતીએ તેના માસાની ફાર્મા કંપનીમાં નોકરી કરવાનું શરું કર્યું હતું. જોકે એક વર્ષ પછી તેના માસાની નજર તેની ભાણી પર ખરાબ રીતે પડવામાં લાગી હતી. એક વર્ષ પછી માસા અવાર-નવાર તેની ભાણેજને બોલાવીને કહેતા હતાં કે, તું મને ખુશ કરીશ, તો હું તારી લાઈફ બનાવી દઈશ. ત્યારબાદ સતત 3 વર્ષથી સુધી ભાણીના શરીર સાથે માસા શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ છેલ્લા છેલ્લા 6 મહિના પહેલા ભાણીએ નોકરી છોડી દીધી હતી.

આ પણ વાંચો: Gujarat: સાતમ-આઠમમાં બહાર નીકળતા પહેલા અંબાલાલે શું કહ્યું તે વાંચી લ્યો! નહીં તો...

Advertisement

3 વર્ષથી માસા ભાણીની ઈજ્જતના લીરા ઉડાડ્યા

તેના માસાએ તેની સાથે શારીરિર સંબંધ બાંધ્યો હોવાને કારણે છેલ્લા 4 મહિનાથી તેણી ગર્ભવતી હતી. તેણે તેના માસાને એકવાર જણાવ્યું હતું કે, મેં તમારું શું બગાડ્યું હતું, તમે મારી સાથે કેમ આવું કર્યું. હવે મારી મરવા પર વાત આવી ગઈ માસા. ત્યારે આજરોજ ભાણેજ તેના વેજપુરમાં આવેલા ઘરમાં આપઘાત કર્યો હતો. પરંતુ આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો. જ્યારે મૃતકના ભાઈએ તેની બહેનની નજીક રહેલા લોકો સાથે આત્મહત્યાનું કારણ શોધવાનો પ્રયત્ન કરતો હતો.

આ વીડિયો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે

ત્યારે તેની બહેનની એક મિત્ર પાસેથી સમગ્ર મામલે જાણ થઈ હતી. ત્યારે તેના ભાઈએ તેની બહેનનો ફોન ચેક કર્યો હતો. ત્યારે તેની બહેન અને માસા વચ્ચે છેલ્લા 3 વર્ષ જેટલી પણ ઘટના ઘટી હતી. તેનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ મામલે મૃતકના ભાઈને તેના સગા માસા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ કેમાં હજુ પણ એક મોટી માહિતી સામે આવી નથી. મૃતક ભાણીએ તેના અને માસા વચ્ચેના અમુક વીડિયો તેની મિત્રને સોંપ્યા છે. હવે, તે જોવાનું રહ્યું કે, આ વીડિયો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

Advertisement

આ પણ વાંચો: Surat: નશાના રવાડે ચડ્યું યુવાધન! 25 લાખના અફીણ સાથે એક યુવાનની ધરપકડ

Tags :
Advertisement

.