Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vejalpur firing incident : બે મિત્રો હથિયાર વડે મસ્તી કરતાં અચાનક થયું ફાયરિંગ, એકનું મોત

અમદાવાદના (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે ફાયરિંગનો (Vejalpur firing incident) બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. બે યુવકો હથિયાર સાથે મજાક કરતા સમયે અચાનક ફાયરિંગ થઇ ગયું હતુ, જેમાં યુવકને ગોળી વાગી હતી....
vejalpur firing incident   બે મિત્રો હથિયાર વડે મસ્તી કરતાં અચાનક થયું ફાયરિંગ  એકનું મોત
Advertisement

અમદાવાદના (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે ફાયરિંગનો (Vejalpur firing incident) બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. બે યુવકો હથિયાર સાથે મજાક કરતા સમયે અચાનક ફાયરિંગ થઇ ગયું હતુ, જેમાં યુવકને ગોળી વાગી હતી. આ મામલે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવક નશામાં હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક ફાયરિંગની ઘટનામાં (Vejalpur firing incident) 36 વર્ષીય યુવક દિગ્વિજયસિંહનું મોત નીપજ્યું છે. વેજલપુર પોલીસની (Vejalpur police) પ્રાથમિક તપાસ મુજબ, રૂપેશ પાર્ક સોસાયટીમાં રહેતો 36 વર્ષીય દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત મોડી રાતે તેના એક મિત્ર સાથે સોસાયટીની પાસે ઊભો હતો. દરમિયાન તેની પાસે રિવોલ્વર પણ હતી. દિગ્વિજયસિંહ તેના મિત્ર સાથે હથિયાર વડે મજાક કરતા અચાનક ફાયરિંગ થયું હતું અને ગોળી દિગ્વિજયને વાગી હતી.

Advertisement

Advertisement

વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ (Vejalpur police) અને FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કરી દીધું હોવાની પણ ચર્ચા છે. આ મામલે વેજલપુર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ

આ પણ વાંચો - Mahesh Vasava : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે! 

આ પણ વાંચો - Rajkot : અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું, એકની અટકાયત

Tags :
Advertisement

Trending News

.

×