Ahmedabad: સગીરાની મરજી હોય તો શારીરિક સંબંધ ગેરકાયદેસર ગણાય, આરોપીને 10 વર્ષની સજા
Ahmedabad: નારોલ વિસ્તારની 17 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજરનાર આરોપીને સ્પેશિયલ પોક્ષો કોર્ટે દસ વર્ષ સખત કેદીની સજા ફટકારી છે. આ સાથે જ સ્પેશિયલ પોક્સો કોર્ટે ચૂકાદો આપતા નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે આખો એ કેસ પુરવાર થાય છે. આરોપી તરફ એ પ્રેમ સંબંધનો અને સંમતિથી સંબંધ બાંધવામાં આવ્યા નો બચાવ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે સગીરની સંમતિ પણ કાયદામાં સ્થાન ધરાવતી નથી આ કોઈ કેસની નિઃશંક પણે પુરવાર થાય છે ત્યારે આરોપીની સજા કરવી ન્યાયોચિત છે.
29 વર્ષીય યુવકને 17 વર્ષીય યુવતી સાથે પ્રેમ થયો અને...
Ahmedabad માં આવેલા નારોલ વિસ્તારમાં રહેતો 29 વર્ષીય ચેતન માળીને તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તે અવારનવાર યુવતીને મળી અડપલા કરતો હતો. ઉપરાંત જુદી જુદી જગ્યાએ 20 થી વધુ વખત લઈ જઈ દુષ્કમ ગુજાર્યો હતો. ઉપરાંત આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. બીજી તરફ યુવતીની સગાઈ નક્કી થઈ હતી. ત્યારે આરોગ્ય તેની સગાઈ નહીં કરવા ધમકી આપી ગાળો બોલી હતી. જેથી યુવતીની બહેન આરોપી સાથે વાત કરવા ગઈ હતી ત્યારે તેને ધમકી આપી હતી.
આરોપીને સ્પેશિયલ પોકસો કોર્ટે 10 વર્ષ ની સજા ફટકારી
નોંધનીય છે કે, આ મામલે વટવા પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. પ્રસ્તુત કેસનીમાં સરકારી વકીલ એચ.આર શાહે કોર્ટને જણાવ્યું હતું ,કે આરોપી સામે ગુનો પુરૂવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે. ભોગબનનાર સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યું છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીમાં કાયદાનો ભય રહે તે માટે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઈએ. આવી રજૂઆત બાદ આરોપીને સ્પેશિયલ પોકસો કોર્ટે 10 વર્ષ ની સજા ફટકારી છે.