Weather Forecast : આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે
- ગુજરાતની જનતાને હજુ પણ થશે બેવડી ઋતુનો અનુભવ (Weather Forecast)
- વહેલી સવારે ઠંડી અને બપોરે થશે ગરમીનો અહેસાસ
- આગામી સાત દિવસ સુધી રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું
- રાજ્યમાં પાંચ દિવસ સુધી તાપમાન રહેશે યથાવત
Weather Forecast : ગુજરાતની જનતાને હજુ પણ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ (Meteorolocal Department) દ્વારા કરવામાં આવી છે. વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરનાં સમયે લોકોને ગરમીનો અહેસાસ થશે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે, રાજ્યમાં 5 દિવસ સુધી તાપમાન યથાવત રહી શકે છે.
આ પણ વાંચો - Ahmedabad : બાળક બાયોલોજિકલ માતા સાથે છે, ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય : HC
આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. સાથે જ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાન પણ યથાવત રહેશે. આથી, આગામી દિવસોમાં પણ ગુજરાતની જનતાને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરનાં સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedahbad) 36 ડિગ્રી તાપમાન નોંધાયું જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે.
આ પણ વાંચો - Gandhinagar : એક્શન મોડમાં રાજ્ય સરકાર! વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ
નલિયામાં સૌથી ઓછું 19.5 ડિગ્રી તાપમાન
જ્યારે નલિયામાં (Naliya) સૌથી ઓછું 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ. કે. દાસનાં જણાવ્યા મુજબ, ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા તાપમાનમાં બદલાવ જોવા મળી શકે છે. જો કે, રાજ્યમાં આકરી ઠંડીને લઈ હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઠંડીની (Cold) ઋતુ શરૂ થતી હોય છે. પરંતુ, આ વર્ષે નવેમ્બર શરૂ થયા પછી પણ લોકો બેવડી ઋતુનો અનુભવ (Weather Forecast) કરી રહ્યા છે.
આ પણ વાંચો - Banaskantha : Gujarat First સાથેની ખાસ વાતચીતમાં પરબત પટેલે કહ્યું- માવજીભાઈ ન હોત તો અમે..!