Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો, રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

Rohan Gupta Resigned : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) નજીક છે ત્યારે કોંગ્રેસમાંથી નેતાઓના રાજીનામા (resignations) નો દૌર પણ યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, રોહન ગુપ્તા (Rohan Gupta)  કે જેમને અમદાવાદ પૂર્વ (Ahmedabad East) થી કોંગ્રેસે ટિકિટ આપી હતી,...
ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો  રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

Rohan Gupta Resigned : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) નજીક છે ત્યારે કોંગ્રેસમાંથી નેતાઓના રાજીનામા (resignations) નો દૌર પણ યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, રોહન ગુપ્તા (Rohan Gupta)  કે જેમને અમદાવાદ પૂર્વ (Ahmedabad East) થી કોંગ્રેસે ટિકિટ આપી હતી, જેમણે પહેલા ચૂંટણી (Election) લડવાની ના કહી અને હવે તેમણે કોંગ્રેસના સભ્યપદે (membership of Congress) થી જ રાજીનામું આપી દીધું છે.

Advertisement

રોહન ગુપ્તાનું રાજીનામું

ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત ચાલું છે. એક પછી એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે જેમા હવે વધુ એક દિગ્ગજ નેતા ગણાતા રોહન ગુપ્તાનું પણ નામ જોડાઇ ગયું છે. જીહા, આજે તેમણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા કોંગ્રેસે તેમને લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વમાંથી ટિકિટ આપી હતી. જેને તેમણે થોડા સમયમાં ન લડવાની જાહેરાત કરી હતી. ચૂંટણી ન લડવા પાછળ તેમણે પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ દર્શાવ્યું હતું. થોડી દિવસો પહેલા જ્યારે તેઓ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમણે પાર્ટીના જ કોઇ નેતા વિશે કહ્યું હતું કે તેઓ મારા પર ગંભીર આરોપ મુકી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા. ત્યારે સવાલ પણ ઉભો થાય છે કે આજે પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપી દેવું શું તેની પાછળનું કારણ તે જ નેતા છે જોવું રહ્યું.

  • લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર
  • કોંગ્રેસમાં ભૂકંપ સર્જતા સમાચારથી ખળભળાટ
  • કોંગ્રેસના સભ્યપદેથી રોહન ગુપ્તાનું રાજીનામું
  • અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે આપી હતી રોહન ગુપ્તાને ટિકિટ
  • રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવા કરી હતી જાહેરાત
  • પિતાની તબિયતનું કારણ આગળ ધરી કર્યો હતો ઇનકાર
  • કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા રોહન ગુપ્તા

Advertisement

રોહન ગુપ્તાએ લોકસભાની ચૂંટણી ન લડવાને લઇને શું કહ્યું હતું ?

મંગળવાર 19 માર્ચે રોહન ગુપ્તાએ મીડિયા સમક્ષ તે લોકસભા ચૂંટણી કેમ લડવાના નથી તે અંગે જાણકારી આરી હતી. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, મારા માટે આ નિર્ણય ખૂબ જ અઘરો હતો. હાલમાં હું તમને મનાવવાનો પ્રયત્ન કરું છું, મારા પરિવારને અને મારા લિડરોને પણ મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નિર્ણય અઘરો હતો પણ જ્યારે કોઇ વ્યક્તિ પોતાના પિતાની તબિયત ખરાબ થતી હોય તેવું જુએ અને જો ભવિષ્યમાં તેમને કઇ પણ થાય છે તો હું જીવનભર પોતાને માફ ન કરી શકું. એટલે જ મને ખૂબ જ દુઃખ થયું પણ મારી પાસે કોઇ વિકલ્પ જ નહોતો આ નિર્ણય લેવા સિવાય. હું બહું જ સંવેદનશીલ માણસ છું મને કોઇએ એક WhatsApp મોકલ્યો એક કહેવાતા નેતા જેણે 2002 માં પાર્ટીની પથારી ફેરવી નાખી જેના કારણે પાર્ટી હારી તે આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. તેમની મારા પિતા સાથે મિત્રતા હોવા છતા તેમણે આ પ્રકારનો મને મેસેજ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રોહન ગુપ્તાએ સોમવારે એક ટ્વીટ મારફતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ ટ્વીટ સાથે જ ઘણી ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. ચર્ચા તો તે પણ થતી હતી કે, આ એક બહાનું છે સચ્ચાઈ કઇંક અલગ જ છે.

Advertisement

લોકસભાની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું

ઉલ્લેખનીય છે કે, 18 માર્ચે રોહન ગુપ્તાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેમના પિતાની ગંભીર તબિયતને કારણે તેમણે લોકસભાની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તેમણે ત્યારે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા નિયુક્ત નવા ઉમેદવારને હું સંપૂર્ણ સમર્થન આપીશ. ગુપ્તાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ગુજરાતીમાં લખેલું રાજીનામું મોકલ્યું હતું. અગાઉ તેમણે સોશિયલ મીડિયા વિભાગની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર છે જેઓ હરિયાણાના ભિવાનીથી ગુજરાતમાં આવ્યા હતા.

આ પણ વાંચો - મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

આ પણ વાંચો - Lok Sabha Election 2024 : ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની થશે ટક્કર

Tags :
Advertisement

.