Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 Playoffs Scenario : પ્લેઓફની રેસમાં MI બહાર, GT કિસ્મતના ભરોસે

IPL 2024 Playoffs Scenario : ચાલુ સિઝનમાં બે ટીમો તેના શાનદાર ફોર્મના કારણે ટેબલ પર ટોપ પર જોવા મળી રહી છે. જેમા એક કોલકતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને બીજી છે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals). બંને ટીમોના પોઈન્ટ્સ 16...
ipl 2024 playoffs scenario   પ્લેઓફની રેસમાં mi બહાર  gt કિસ્મતના ભરોસે

IPL 2024 Playoffs Scenario : ચાલુ સિઝનમાં બે ટીમો તેના શાનદાર ફોર્મના કારણે ટેબલ પર ટોપ પર જોવા મળી રહી છે. જેમા એક કોલકતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને બીજી છે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals). બંને ટીમોના પોઈન્ટ્સ 16 છે, જોકે નેટ રનરેટ (Net Run Rate) માં કોલકતાની ટીમ આગળ હોવાના કારણે તે ટેબલ પર ટોપ પોઝિશન પર જોવા મળી રહી છે. જો આપણે IPL 2024 પ્લેઓફના દૃશ્ય પર નજર કરીએ, તો અત્યાર સુધી માત્ર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) જ આ સિઝનમાં ટોપ 4 સુધી પહોંચવાની રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે આ રેસમાં હજું સુધી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમ જોવા મળી રહી છે. જોકે, તેની એક હાર અને તે થઇ જશે બહાર.

Advertisement

MI પ્લેઓફની રેસમાંથી બહાર

બુધવાર 8 મે સુધી 70 માંથી 57 લીગ મેચો રમાઈ ચૂકી છે, પરંતુ ટોપ 4માં કઈ ટીમ રહેશે તે હજુ નક્કી નથી થયું. હાલમાં એક પણ ટીમ પ્લેઓફ માટે ટિકિટ મેળવી શકી નથી. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે સનરાઇઝર્સે 2 પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે આ જીત સાથે ચેન્નઈની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઇ છે. આ દરમિયાન, જાણો કે MI સિવાય તમારી મનપસંદ ટીમ કઈ છે, જે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે અને જાણો કે તે ટીમની ટોપ 4માં સ્થાન મેળવવાની શું શક્યતાઓ છે.

KKR અને RR પાસે નંબર વન બનવાની તક

કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. KKR ટીમને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે એક મેચ જીતવી જરૂરી છે. ટીમે 11 મેચમાં 16 પોઈન્ટ હાંસલ કર્યા છે. રાજસ્થાન રોયલ્સે પણ આટલી જ મેચોમાં એટલા જ પોઈન્ટ હાંસલ કર્યા છે. RR ને પ્લેઓફની ટિકિટ બુક કરવા માટે બાકીની ત્રણ મેચમાંથી એક પણ જીતવી પડશે. જોકે, આ બે ટીમો પાસે ટોપ 2માં સ્થાન મેળવવાની તક છે, જેના કારણે તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળી છે. આ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે.

Advertisement

SRH અને CSK પાસે પાવર

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ પાસે પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની તક છે. SRH એ વધુ એક મેચ જીતવી પડશે, જ્યારે CSK એ બાકીની ત્રણ મેચોમાંથી ઓછામાં ઓછી બે જીતવી પડશે. SRHના ખાતામાં 14 પોઈન્ટ છે, જ્યારે CSKના ખાતામાં 12 પોઈન્ટ છે. જોકે, CSKએ 11 મેચ રમી છે. CSK અને SRH પાસે પણ ટોપ 2માં સ્થાન મેળવવાની તક છે, પરંતુ ગણિત મુજબ, આની શક્યતા 5 ટકા દેખાઈ રહી છે. CSKની ટોપ 2માં સ્થાન મેળવવાની શક્યતા 4 ટકા છે.

દિલ્હી અને લખનૌ પણ રેસમાં

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે પણ કદાચ પ્લેઓફમાં પહોંચવાની આશા છોડી નથી, કારણ કે આ ટીમો પાસે હજુ પણ 16 પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં પહોંચવાની તક છે. જો કે, આ સિઝનમાં એવું પણ શક્ય છે કે 16 પોઈન્ટ ધરાવતી ટીમને પ્લેઓફની ટિકિટ ન મળે, કારણ કે બે ટીમો પહેલાથી જ 16 પોઈન્ટ મેળવી ચૂકી છે. દિલ્હીની ટીમ ટોપ પર પહોંચી શકતી નથી કારણ કે આ પરિસ્થિતિ જ એવી જોવા મળી રહી છે. જો કે, તેના નંબર 2 પર સમાપ્ત થવાની શક્યતા 4 ટકાથી ઓછી છે. LSG સાથે પણ આવું જ થાય તેમ છે.

Advertisement

RCB અને પંજાબ વચ્ચે ટક્કર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ બંને ટીમો વચ્ચે 9મી મેના રોજ એટલે કે આજે મેચ છે. બેમાંથી જે પણ ટીમ હારે છે, તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે અને તેને બહાર ગણવામાં આવશે, કારણ કે 12 પોઈન્ટ આ સિઝનમાં પ્લેઓફની ટિકિટ મેળવી રહ્યા નથી.

MI આઉટ અને ગુજરાત નસીબ પર રાખશે વિશ્વાસ

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ગુજરાત ટાઈટન્સ પણ તે જ માર્ગ પર છે. ગુજરાતે 11માંથી 4 મેચ જીતી છે. ગુજરાત મેચ હારતાની સાથે જ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે, પરંતુ જ્યાં સુધી ટીમ હારશે નહીં ત્યાં સુધી તે નસીબ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો - SRH VS LSG : SRH ના ઓપનર્સએ અપાવી ટીમને એકતરફી જીત, લખનૌની ટીમની સતત બીજી હાર

આ પણ વાંચો - મેચના વિવાદ બાદ Sanju Samson અને દિલ્હીના માલિક પાર્થ જિંદલ વચ્ચે શું થયું?

Tags :
Advertisement

.