Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 : MI ના ફેનએ CSK ના ફેનનું તોડ્યું માથું, સારવાર દરમિયાન નીપજ્યું મોત

MI FAN DEATH : IPL એટલે ક્રિકેટનો મહાકુંભ, IPL માટે લોકોની દીવાનગી કેટલી હદ સુધી છે, તે તો સૌને ખ્યાલ હશે જ. IPL ફક્ત ભારતમા જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે.  પરંતુ આજે તેનો એક એવો કિસ્સો આજે સામે આવ્યો...
ipl 2024   mi ના ફેનએ csk ના ફેનનું તોડ્યું માથું  સારવાર દરમિયાન નીપજ્યું મોત
Advertisement

MI FAN DEATH : IPL એટલે ક્રિકેટનો મહાકુંભ, IPL માટે લોકોની દીવાનગી કેટલી હદ સુધી છે, તે તો સૌને ખ્યાલ હશે જ. IPL ફક્ત ભારતમા જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે.  પરંતુ આજે તેનો એક એવો કિસ્સો આજે સામે આવ્યો છે, જે ખરેખર તમને ચોંકાવી દેશે. ક્રિકેટની દીવાનગી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જી હા, IPLના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના એક ચાહકે જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. અહીં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોએ CSKના એક પ્રશંસકનું માથું તોડી નાખ્યું. વૃદ્ધ ચાહકની હાલત એટલી ગંભીર બની ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ અહી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

MI અને SRH ના મેચની ઘટના

IPL 2024 ની 8 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ ( MI ) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં હૈદરાબાદે આ મેચમાં IPL માં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. તેમણે ખતરનાક બેટિંગ કરતાં મુંબઈ સામે 277 રન ફટકાર્યા હતા. તેના જવાબમાં મુંબઈએ ( MI ) પણ શાનદાર દેખાવ કર્યો હતો. મુંબઈ મેચ તો હારી ગઈ હતી પરંતુ તેમણે 246 રન બનાવ્યા હતા.

Advertisement

મૃતક

મૃતક

Advertisement

વૃદ્ધાને માથા પર લાકડી મારી હતી

સનરાઇસર્સ અને મુંબઈની ( MI ) આ મેચ દરમિયાન રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા પછી, બંદોપંત બાપ્સો ટિબિલે (ઉંમર 63 વર્ષ) નામના વ્યક્તિએ મુંબઈના ચાહકોને વિજય વિશે એક પ્રશ્ન પૂછ્યો. આ જોઈને તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વૃદ્ધાને માથા પર લાકડી મારી હતી. જ્યારે વૃદ્ધ ચાહક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બંદોપંત કોલ્હાપુરના રહેવાસી હતા. કોલ્હાપુરની કરવીર પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. મુંબઈના ચાહક બળવંત મહાદેવ 50 વર્ષના છે. બીજા ચાહક સાગર સદાશિવની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. આ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ પહેલા પણ બે ટીમોના ચાહકો વચ્ચે ઘણી વખત હંગામો થયો છે. પરંતુ આ મામલો ખૂબ જ જીવલેણ સાબિત થયો.

આ પણ વાંચો : GT VS SRH : અમદાવાદના સ્ટેડિયમમાં PAT CUMMINS ની ટીમ ઉતરશે યુવા કપ્તાન SHUBMAN GILL ની GT સામે

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
સ્પોર્ટ્સ

IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી

×

Live Tv

Trending News

.

×