RR અને RCB જીતની સફર યથાવત રાખવા મેદાને ઉતરશે, જાણો કોનું પલડું છે ભારે
રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ, તેની પ્રથમ બંને મેચો જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) ની ટીમ તેની 2 મેચમાંથી 1 મેચ જીતવામાં સફળ થઇ છે. રાજસ્થાન આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 23 રને જીત્યા બાદ રમશે જ્યારે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પર તેની પ્રથમ મેચ હાર્યા બાદ ત્રણ વિકેટથી જીત નોંધાવી હતી.RCBની બેટિંગ તો RRનું બોલિંગ ડિપાર્ટમેà
રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ, તેની પ્રથમ બંને મેચો જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) ની ટીમ તેની 2 મેચમાંથી 1 મેચ જીતવામાં સફળ થઇ છે. રાજસ્થાન આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 23 રને જીત્યા બાદ રમશે જ્યારે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પર તેની પ્રથમ મેચ હાર્યા બાદ ત્રણ વિકેટથી જીત નોંધાવી હતી.
RCBની બેટિંગ તો RRનું બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મુકાબલો થવા જઇ રહ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંને ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. RCBની બેટિંગ ખૂબ જ મજબૂત છે, જ્યારે RRનું બોલિંગ ડિપાર્ટમેન્ટ અદભૂત છે, સાથે જ બેટિંગ ડિપાર્ટમેન્ટ પણ સારા ફોર્મમાં જોવા મળે છે. મહત્વનું છે કે, RCB એ એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વળી બીજી તરફ RR ટીમે તેની બંને મેચ જીતી છે.
RCB અને RR વચ્ચે કોનું પલડું ભારે?
જ્યારે RCB પ્રથમ મેચ PBKS સામે હારી ગયું હતું, ત્યારબાદ આ ટીમે KKRને હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સે SRH અને MIને હરાવ્યું. RCB અને RR વચ્ચે કોનું પલડું ભારે છે તે આંકડા પરથી સમજી શકાય છે. આંકડાઓની વાત કરીએ તો બેંગ્લોરની ટીમ રાજસ્થાનની ટીમ પર પ્રભુત્વ જમાવી રહી છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન ટીમના પ્રદર્શનને જોતા એવું બિલકુલ કહી શકાય નહીં કે મેચ એક તરફી રહેશે, એટલું કહેવું યોગ્ય રહેશે કે આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 મેચ રમાઈ છે. જેમાં બેંગલુરુનો હાથ ઉપર રહ્યો છે, તેણે 12 મેચ જીતી છે અને રાજસ્થાન રોયલ્સે 10 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. જો તમે છેલ્લી 5 મેચો પર નજર નાખો તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચ જીતી છે. વળી, 2019 માં રમાયેલી મેચમાં, રાજસ્થાન માત્ર એક મેચ જીત્યું હતું.
RCB માટે આ ખેલાડી ઉભી કરી શકે છે મુશ્કેલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વર્ષો સુધી રમનાર સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ વખતે રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં છે. આવી સ્થિતિમાં તેમને RCBના નબળા પાસાનો સારો ખ્યાલ હશે. વળી, 2 મેચમાં 5 વિકેટ ઝડપનાર યુજી ચહલ આ સમયે સંપૂર્ણ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તે RCB માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ:
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (c&wk), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
ફાફ ડુ પ્લેસિસ (c), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (wk), ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, વનીન્દુ હસરાંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
Advertisement