Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL ની શરૂઆતની બંને મેચમાં હાર્યા બાદ પણ હાર્દિક પંડ્યા ન સુધર્યો, મેદાનમાં મલિંગાને માર્યો ધક્કો...! જુઓ Video

Hardik Pandya Push Lasith Malinga : જ્યારથી રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી MI ની કેપ્ટનશીપ છીનવાઈ ગઇ છે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેપ્ટનશીપ આપવામાં આવી ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ફેન્સ અને ખાસ કરીને રોહિત શર્માના ફેન્સ...
02:48 PM Mar 29, 2024 IST | Hardik Shah
Hardik Pandya Push Lasith Malinga

Hardik Pandya Push Lasith Malinga : જ્યારથી રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી MI ની કેપ્ટનશીપ છીનવાઈ ગઇ છે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેપ્ટનશીપ આપવામાં આવી ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ફેન્સ અને ખાસ કરીને રોહિત શર્માના ફેન્સ પંડ્યાને સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ જ ટ્રોલ (Troll) કરી રહ્યા છે.

પંડ્યાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ

જોકે, હાર્દિક માત્ર તેની ખરાબ કેપ્ટન્સી (Bad Captaincy) ના જ કારણે જ ચર્ચામાં નથી, આ સિવાય તે તેની વિચિત્ર હરકતોને કારણે પણ ખૂબ ટ્રોલ (Trolled) થઇ રહ્યો છે. પછી તે રોહિત શર્મા (Rohit Sharma) ને બાઉન્ડ્રી લાઈન (Boundary Line)  પર મોકલવાનો નિર્ણય હોય કે પછી SRH વિરુદ્ધ બુમરાહ (Bumrah) ને શરૂઆતી ઓવર ન આપવાનો નિર્ણય હોય. હવે તેનો વધુ એક વિવાદાસ્પધ વીડિયો (Controversial Video) સામે આવ્યો છે જેમા તે લસિથ મલિંગા (Lasith Malinga) ને ધક્કો મારતો જોવા મળે છે. ભારતીય ક્રિકેટરની આટલી ખરાબ ટ્રોલિંગ અત્યાર સુધીમાં ક્યારે પણ થઇ નથી જેવી તાજેતરમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની થઇ રહી છે. એક વર્ષ પહેલા હાર્દિક પંડ્યા વિશે ક્રિકેટ ફેન્સના અલગ જ વિચાર હતા. હાર્દિકના એક નિર્ણય બાદ ફેન્સનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. એક રીતે કહી શકાય કે આ નિર્ણય રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટનમાંથી નીકાળી પોતાને ટીમનો કેપ્ટન બનાવવાનો હતો.

હાર્દિક પંડ્યાએ મલિંગાને માર્યો ધક્કો

કેપ્ટન બન્યા બાદ પણ હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પોતાની હરકતોથી મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સને ગુસ્સો અપાવ્યો છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં હાર્દિકનો રોહિત શર્માને બાઉન્ડ્રી પર મોકલવાનો નિર્ણય લોકોને બિલકુલ પણ ગમ્યો નહતો. જોકે, તે પહેલા જ હાર્દિકને ક્રિકેટ ફેન્સ ટ્રોલ કરી જ રહ્યા હતા. પણ તેના નિર્ણયોએ આગમાં જાણે પેટ્રોલ છાંટવાનું કામ કર્યું હતું. તાજેતરમાં હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર વધુ એક કારણસર ટ્રોલ થઈ રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિકે લસિથ મલિંગાને ધક્કો માર્યો છે. હવે આ કડીમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક પંડ્યા લસિથ મલિંગાને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેચ બાદ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા છે. ત્યારબાદ લસિથ મલિંગા હાર્દિક પંડ્યા સાથે હાથ મિલાવવા આવ્યો હતો. હાર્દિકે અહીં મલિંગા સાથે હાથ મિલાવ્યો ન હતો અને તેને અવગણતો જોવા મળ્યો હતો.

ક્રિકેટ ફેન્સમાં નારાજગી

આ વીડિયો પર ફેન્સ હવે અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, 'હાર્દિક પંડ્યા, આ જ કારણ છે કે બધા તમને પસંદ નથી કરતા... અમને તમારી રમતથી કોઈ સમસ્યા નથી... એક ખેલાડી તરીકે તમારા જેવું કોઈ નથી... પરંતુ તમારા વર્તન અને વલણમાં સમસ્યા છે.' એક પ્રશંસકે લખ્યું, 'જો હાર્દિક પોતાનું વર્તન બદલશે તો ભવિષ્યમાં તે લિજેન્ડ બની જશે.' ઉલ્લેખનીય છે કે, IPL 2024માં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી બે મેચ રમી ચુકી છે અને આ બંને મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. MI એ ગુજરાત ટાઇટન્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરી, જ્યાં તેઓ 6 રનથી હારી ગયા, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, ટીમ 277 રન ગુમાવ્યા બાદ 31 રનથી હારી ગઈ.

આ પણ વાંચો - SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

આ પણ વાંચો - GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા

આ પણ વાંચો - Holi : IPLના ખેલાડીઓએ હોળીના રંગમાં રંગાયા,રોહિત શર્માનો Video Viral

Tags :
Cricket NewsHardik PandyaHardik Pandya Push Lasith MalingaHardik Pandya pushes away Lasith MalingaHardik Pandya Video ViralHardik ShahIPLIPL 2024Lasith MalingaMI vs SRHMumbai IndiansPat-Cumminsrohit sharmaSocial MediaSports NewsSRH Vs MIVideoviral video
Next Article