ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup 2024: ચેમ્પિયન બન્યા બાદ ભાવુક થયા ભારતીય ખેલાડી

T20 World Cup 2024 : T20 વર્લ્ડકપ 2024ની (T20 World Cup )ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. 17 વર્ષ બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની...
12:49 AM Jun 30, 2024 IST | Hiren Dave

T20 World Cup 2024 : T20 વર્લ્ડકપ 2024ની (T20 World Cup )ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. 17 વર્ષ બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ હતી.

 

ભારત 7 રનથી જીત્યું

ભારતે બીજી વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપ જીત્યો છે. 13 વર્ષ પછી કોઈ વર્લ્ડકપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો.

ક્યાં પલટાઇ મેચ?

ભારતે 17મી ઓવરમાં મેચનો પલટો કર્યો હતો. 16 ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ ચાર વિકેટે 151 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મિલર અને ક્લાસેન ક્રિઝ પર હતા. દક્ષિણ આફ્રિકાને અંતિમ 24 બોલમાં 26 રનની જરૂર હતી. આ પછી, 17મી ઓવરમાં હાર્દિકે ક્લાસેનને આઉટ કર્યો અને માત્ર ચાર રન આપ્યા. 18મી ઓવરમાં બુમરાહે યાનસેનને આઉટ કરીને બે રન આપ્યા હતા. અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા જ બોલ પર મિલરને આઉટ કર્યો હતો. રબાડાએ બીજા બોલ પર ચાર રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર રબાડાએ એક રન લીધો હતો. મહારાજે ચોથા બોલ પર એક રન લીધો હતો. તેનો આગામી બોલ વાઈડ હતો. હાર્દિકે પાંચમા બોલ પર રબાડાને આઉટ કર્યો હતો. છેલ્લા બોલ પર એક રન આવ્યો અને ભારત સાત રનથી જીતી ગયું.

આ પણ  વાંચો  - T20 WC 2024 : ટીમ ઇન્ડિયા પર શુભેચ્છાઓનો વરસાદ, PM મોદી, અમિત શાહ, સચિન તેંડુલકર સહિત આ હસ્તીઓએ પાઠવ્યા અભિનંદન

આ પણ  વાંચો  - T20 World Cup 2024 : ભારતની જીત સાથે ગુજરાત જશ્નમાં તરબોળ, ઠેર ઠેર ઉજવણીનો અનોખો માહોલ

આ પણ  વાંચો  - T20WorldCup: ભારત ચેમ્પિયન બની તોડ્યો આ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

Tags :
Amit ShahBarbadosbecoming championsCelebrationCricket Newsemotional afterGujaratGujarat FirstGujarati NewsHardik PandyaIndiaIndia wonIndia World ChampionINDvsSAJasprit Bumhrahpm narendra modipriyanka gandhi vadraRahul DravidRavindra Jadejarohit sharmasachin tendulkarSouth AfricaT20-World-Cup-2024Team IndiaVirat Kohli
Next Article