Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INDvsAFG : ભારતીય ક્રિકેટર્સે આ રીતે કર્યા મહાકાલના દર્શન, ભસ્મ આરતીમાં લીધો ભાગ, જુઓ Video

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઈન્દોરમાં અફઘાનિસ્તાન (INDvsAFG) સામે રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં વિજય મેળવી લીધો છે. ત્યારે આ જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉજ્જૈનના (Ujjain) શ્રી મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) પહોંચ્યા હતા...
02:31 PM Jan 15, 2024 IST | Vipul Sen

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઈન્દોરમાં અફઘાનિસ્તાન (INDvsAFG) સામે રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં વિજય મેળવી લીધો છે. ત્યારે આ જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉજ્જૈનના (Ujjain) શ્રી મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) પહોંચ્યા હતા અને મહાકાલના દર્શન કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો.

જણાવી દઈએ કે, ભારતે અફઘાનિસ્તાન સામેની ( INDvsAFG) ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. અફઘાનિસ્તાન સામે ટી-20 સીરિઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટર તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા અને રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar temple) ભગવાન મહાકાલના દર્શન કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આયોજિત ભસ્મ આરતીમાં આ ચારેય ક્રિકેટર નંદી હોલમાં અન્ય લોકોની સાથે બેઠા છે. ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ 15 જાન્યુઆરીએ વહેલી સવારે મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને પૂજા કરી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ કર્યા હતા દર્શન

ભારતીય ક્રિકેટર તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા ( Jitesh Sharma) અને રવિ બિશ્નોઈએ નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું હતું. ભગવાનને તલના લાડુ અને તલમાંથી બનાવેલી છપ્પન વાનગીઓ અર્પણ કરીને આરતી કરવામાં આવી હતી. નંદી હોલમાં ભારતીય ક્રિકેટરો સૌથી આગળ બેઠા હતા.આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ભગવાન મહાકાલના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ દરમિયાન ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરી હતી.

17 જાન્યુઆરીએ બેંગલુરુમાં 3rd T20 મેચ

યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) અને શિવમ દુબેની અડધી સદીની મદદથી ભારતે રવિવારે બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ અફઘાનિસ્તાને 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતે 15.4 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવીને જીત મેળવી હતી. ત્રીજી અને અંતિમ મેચ (INDvsAFG) 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.

આ પણ વાંચો - PAK vs NZ: મેચમાં બની અજીબોગરીબ ઘટના! ફખર ઝમાને ફટકારી સિક્સ અને પછી ક્રિકેટ ફેને કર્યું એવું…જુઓ Video

Tags :
Gujarat FirstGujarati NewsIndian Cricket TeamINDvsAFGJitesh SharmaMahakalRavi BishnoiShivam DubeySports Newstilak vermaUjjainWashington SundarYashaswi Jaiswal
Next Article