Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ujjain : Kyrgyzstan માં ફસાયેલા MBBS ભારતીય વિદ્યાર્થી, CM મોહન યાદવને બચાવવાની કરી અપીલ...

કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં હિંસા વચ્ચે ઉજ્જૈન (Ujjain)ના 10 થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ જલદી ભારત પાછા આવવા માંગે છે. તેમણે PM મોદી અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવને બચાવની અપીલ કરી છે. હકીકતમાં, કિર્ગિસ્તાન (Kyrgyzstan)ની...
ujjain   kyrgyzstan માં ફસાયેલા mbbs ભારતીય વિદ્યાર્થી  cm મોહન યાદવને બચાવવાની કરી અપીલ

કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં હિંસા વચ્ચે ઉજ્જૈન (Ujjain)ના 10 થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ જલદી ભારત પાછા આવવા માંગે છે. તેમણે PM મોદી અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવને બચાવની અપીલ કરી છે. હકીકતમાં, કિર્ગિસ્તાન (Kyrgyzstan)ની રાજધાની બિશ્કેક અને તેની આસપાસના વિસ્તારોમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં છે.

Advertisement

કિર્ગિસ્તાન (Kyrgyzstan)ના બિશ્કેકમાં રહેતા ઉજ્જૈન (Ujjain)ના રાજ સોલંકીની માતા અલકા સોલંકીએ એક વાતચીતમાં જણાવ્યું કે, 'અમારા પુત્રનો જીવ જોખમમાં છે. ગુનેગારો હોસ્ટેલમાં ઘૂસીને હત્યા કરી રહ્યા છે. ત્યાં કોઈ સુરક્ષા નથી, દરવાજાને તાળાં લગાવવા અને પડદા રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, 3 થી 4 પાકિસ્તાની બાળકોની પણ હત્યા કરવામાં આવી છે. PM મોદીને વિનંતી છે કે અમને જલ્દીથી અહીંથી બહાર કાઢો. રાજ સોલંકી ઉજ્જૈન (Ujjain)માં તેના મામા ડો. વિજય બોડાણા સાથે રહેતો હતો. એક વર્ષ પહેલા MBBS કરવા કિર્ગિસ્તાન (Kyrgyzstan) ગયો હતો.

કિર્ગિસ્તાનમાં શિક્ષણ સસ્તું છે...

કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં MBBS શિક્ષણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણું સસ્તું છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કિર્ગિસ્તાન (Kyrgyzstan) સરકારે પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે. ઉજ્જૈન (Ujjain)ના યોગેશ ચૌધરી પણ કિર્ગિસ્તાન (Kyrgyzstan)માં MBBS કરી રહ્યા છે. તે ચોથા વર્ષમાં છે. તેમના પિતા ડૉ.ચૈનસિંહ ચૌધરીનું કહેવું છે કે જો સરકાર જલ્દી કોઈ નિર્ણય નહીં લે તો તેઓ દિલ્હી જઈને વિદેશ મંત્રી સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

Advertisement

PM પાસેથી આશા વ્યક્ત કરતા વાલીઓ...

અન્ય વિદ્યાર્થી રવિ સરાટેની માતા લીના સરાટે કહે છે કે ત્યાંની સ્થિતિ એટલી ભયાનક છે કે અમે તેને સમજાવી શકતા નથી. અમે ઈચ્છીએ છીએ કે PM અને CM અમારા બાળકોને એ જ રીતે મદદ કરે જે રીતે તેમણે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરી હતી.

આ પણ વાંચો : Ebrahim Raisi ના નિધનને લઈને ભારતે લીધો આ મોટો નિર્ણય, જાણો શું કહ્યું…

Advertisement

આ પણ વાંચો : Nashik લોકસભાના ઉમેદવાર શાંતિગીરી મહારાજે EVM સાથે કર્યું એવું કે ફરિયાદ નોંધાઈ, Video Viral

આ પણ વાંચો : Swati Maliwal Case : પોલીસ બિભવ કુમારને CM કેજરીવાલના નિવાસસ્થાને લઈ ગઈ, સીન રિક્રિએટ કર્યો…

Tags :
Advertisement

.