Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાકાલ કોરિડોર તૈયાર, વડાપ્રધાનશ્રી મોદી 11 ઓક્ટોબરે કરશે ઉદ્ઘાટન, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનના મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ કરશે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનો નવો કોરિડર બનીને તૈયાર થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોર 300 મીટરમાં બનાવવામાં આવી રહ્યુ છે. જ્યારે મહાકાલ કોરિડોર 900 મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યુ છે. એટલે કે મહાકાલ કોરિડોર કાશી વિશ્વનાથ કોરિડોરથી પણ ભવ્ય હશે. બે ફેઝમાં બની રહેલા આ કોરિડોરમાં યાત્રિકો માટે દર
મહાકાલ કોરિડોર તૈયાર  વડાપ્રધાનશ્રી મોદી 11 ઓક્ટોબરે કરશે ઉદ્ઘાટન  જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનના મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ કરશે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનો નવો કોરિડર બનીને તૈયાર થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોર 300 મીટરમાં બનાવવામાં આવી રહ્યુ છે. જ્યારે મહાકાલ કોરિડોર 900 મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યુ છે. એટલે કે મહાકાલ કોરિડોર કાશી વિશ્વનાથ કોરિડોરથી પણ ભવ્ય હશે. બે ફેઝમાં બની રહેલા આ કોરિડોરમાં યાત્રિકો માટે દર્શનની સુવિધાનો વિસ્તાર અને સુવિધાઓ આપવા માટે 750 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

Advertisement

Advertisement

350 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા પ્રથમ ફેઝમાં ઝડપથી કામ પૂરું કરવા માટેનો ટાર્ગેટ છે. અંદાજે 90 ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે. આ વિકાસ કાર્ય પછી મંદિર પરિસર 2 હેક્ટરથી વધીને 20 હેક્ટર થઈ જશે. તેમાં રુદ્રસાગર સામેલ હશે. આ તૈયાર થઈ જશે પછી યાત્રિકોને ભગવાન મહાકાલેશ્વરના દર્શન પહેલાં કરતા વધુ સુરક્ષિત અને આસાન હશે.

Advertisement

પ્રશાસનને ભીડ નિયંત્રણ અને પ્રબંધ કરવામાં સુવિધા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈન આવશે ત્યારે આ કોરિડોરનું લોકાર્પણ કરશે. આજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારોને માહિતી આપી હતી. મહાકાલેશ્વર કોરિડોરમાં ભગવાન શિવની 200 ફૂટની મૂર્તિ મૂકવામાં આવશે. મૂર્તિની સ્થાપના માટે કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ 108 ભવ્ય પિલ્લર લગાવવામાં આવશે. એક તરફ ભગવાન શિવની મૂર્તિ હશે તો બીજી તરફ ભવ્ય પિલ્લર લગાવવામાં આવશે. પિલ્લરમાં સુંદર લાઇટો લગાવવામાં આવશે. આ સાથે જ મંદિર પાસે જ માર્કેટ પણ હશે. આ સાથે જ કોરિડોરમાં અન્ય ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.



કલેક્ટર આશિષ સિંહે જણાવ્યુ હતુ કે, આ પ્રોજેક્ટ અંદાજે 750 કરોડ રૂપિયાનો થશે. આ કોરિડોર બનવાથી ભગવાન મહાકાલનું પરિસર 2 હેક્ટરમાં છે તે 20 હેક્ટરમાં થઈ જશે. તેના પહેલા ફેઝનો ખર્ચ 350 કરોડ થયો છે અને તેનું મોટાભાગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ પરિસરમાં મહાકાલ કોરિડોર, ફેસિલિટી સેન્ટર, સરફેસ પાર્કિંગ અને મહાકાલ દ્વારનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

તેમણે જણાવ્યુ છે કે, મહાકાલ કોરિડોર પર જેટલો ખર્ચ થશે, તેમાંથી 422 કરોડ રૂપિયા પ્રદેશ સરકાર, 21 કરોડ રૂપિયા મંદિર સમિતિ અને બાકીના પૈસા કેન્દ્ર સરકારે આપ્યાં છે. મહાકાલ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રુદ્રસાગર તરફ 920 મીટર લાંબો કોરિડોર, મહાકાલ મંદિર પ્રવેશદ્વાર, દુકાનો, મૂર્તિઓનું નિર્માણ 7મી માર્ચ 2019થી શરૂ થઈ ગયું હતું. ગુજરાતની એક ફર્મ આ કામ કરાવી રહી છે.

આ મંદિરની ચારે તરફથી ખુલ્લુ બનાવવામાં આવી રહ્યુ છે. તેની આસપાસના ભવનોને હટાવવામાં આવશે. તેનાથી શ્રદ્ધાળુઓ દૂરથી જ મંદિર જોઈ શકશે. આ સાથે જ રુદ્રસાગર કિનારે 2 નવા દ્વાર બનાવવામાં આવી રહ્યા છે. તેમાં એકસાથે 20 હજાર યાત્રિકો આવ-જા કરી શકશે. 400થી વધુ વાહનો પાર્કિંગ કરી શકાશે અને ધર્મશાળાથી યાત્રિકો સીધા જ નંદીદ્વારમાં પ્રવેશ કરી શકશે. કલેક્ટર આશિષ સિંહના કહ્યા પ્રમાણે, પ્રોજેક્ટને પૂરો થયા પછી દર કલાકે એક લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. એક લાખ લોકોની ભીડ હશે તો પણ લોકોને 45થી 60 મિનિટમાં જ દર્શન થઈ જશે.


મહાકાલ કોરિડોરનું કામ પૂરું થવાની તૈયારી જ છે. કેટલીક જગ્યાએ ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. 2022ના અંત સુધીમાં મહાકાલ કોરિડોર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. ત્રિવેણી સંગ્રહાલય પાસે મહાકાલ પથનો મોટો દ્વાર બની રહ્યો છે. વચ્ચે ફુવારાઓ, લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ હશે. તેની સામે પેવેલિયન જેવી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે હશે. ત્યાં રાતના સમયે શ્રદ્ધાળુ લાઇટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી મહાકાલ વિશે વધુ જાણકારી મેળવી શકશે.

મહાકાલ કોરિડોરમાં ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં લોકો માટે ચંપલ મૂકવાનું સ્ટેન્ડ, વેઇટિંગ રૂમ, રેસ્ટોરાં, પેયજલ, ટિકિટ ઘર, રોકાવા માટે વિસામો વગેરે જેવી વ્યવસ્થાઓ મળશે. આ સાથે જ અન્ય કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવશે. કોરિડોરમાં શિવગાથા જોવા મળશે. આ ઉપરાંત કોરિડોરની દુકાનોમાં ભારતીય

Tags :
Advertisement

.