રાજસ્થાન UCC લાગું કરવા તૈયાર! ભજનલાલ સાથે આ મંત્રી કરશે ચર્ચા
UCC In Rajasthan: ઉત્તરાખંડમાં UCC બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું છે. જેને લઈને અત્યારે બીજા રાજ્યોમાં પણ ચર્ચાનો દોર ચાલું થઈ ગયો છે. ઉત્તરાખંડ બાદ હવે રાજસ્થાનમાં પણ સમાન નાગરિક સંહિતા એટલે કે, યૂસીસી બિલ લાગું કરવામાં આવી શકે છે. આ બાબતે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ યૂસીસી લાગું કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાના છે.
રાજસ્થાનમાં પણ UCC ને લઈને થશે ચર્ચા
કિરોડી લાલ મીણાએ કહ્યું કે, મૌલવી શરિયતની વાત કરી શકે છે, પરંતુ ભારત દેશ સંવિધાનથી ચાલે છે. ધર્મ, જ્ઞાતિ અને ક્ષેત્રના આધારે અલગ અલગ કાનૂન અને કાયદો ના હોઈ શકે! મીણાએ વધુમાં કહ્યું કે, યૂસીસીનો વિરોધ કરવા વાળા લોકો ખુબ ઓછા છે. વિરોધની ચિંતા કર્યા સિવાય યૂસીસી લાગું થશે. તેમનું આ નિવેદન રાજ્યસ્થાનના ડેપ્યૂટી સીએમ દીયા કુમારી દ્વારા પ્રદેશના ચુકવવાપાત્ર ખાતાઓ પેશ કર્યા બાદ આપ્યું હતું.
આ બીલ મહિલાઓને વધુ મજબૂત કરશે
તમને જણાવી દઈએ કે, યૂસીસી બિલ 2024 ઉત્તરાખંડ વિધાનસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. આ બાબતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સદનમાં આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આભાર પ્રસ્તાવ દરમિયાન કહ્યું કે, ‘અત્યારે ભારતભરમાં મહિલાઓને મજબૂત બનાવવાની વાતો ચાલી રહી છે, જેથી આ બીલ તેમને વધુ મજબૂત કરશે. આજે આપણાં રાજ્યમાં મહિલાઓ લખપતિ દીદી બની રહીં છે. તે આર્થિક રીતે હવે મજબૂત થઈ રહી છે. આ બીલ પછી તેમને વધારે મજબૂતી અને ટેકો મળશે.’
#WATCH | Dungarpur, Rajasthan: On the Uniform Civil Code, Social Worker Naresh Garasia says, "The UCC protects similar rights for all caste, religion and sex. It provides equal protection of rights in cases of marriage, divorce, and property, and thus, we support this law... The… pic.twitter.com/NR6Ih4jlpy
— ANI (@ANI) February 8, 2024
UCC બીલ રજૂ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય
ઉલ્લેખનીય છે કે, આખા ભારતમાં UCC બિલ રજૂ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બની ગયું છે, જે દેશના અન્ય રાજ્યો માટે નવી રાહ બનશે. તમને જણાવી દઈએ કે, સદનમાં જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદીય કાર્ય મંત્રી અને કોંગ્રેસના નેતા આદેશ ચૌહાણ વચ્ચે ગૃહમાં ટૂંકી ચર્ચા પણ થઈ હતી. જે બાદ મામલો શાંત પડ્યો હતો. આખરે વિરાધ વચ્ચે પણ આ બિલ પાસ થઈ ગયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ