Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, કારણ ચોંકાવનારું

કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે (Pashupati Paras) આજે કેબિનેટમાંથી રાજીનામું (Resigned) આપી દીધું છે. NDA ની સીટ વહેંચણીમાં ખાલી હાથ રહ્યા બાદ તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે NDA દ્વારા સોમવારે દિલ્હીમાં બિહારની તમામ...
કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું  કારણ ચોંકાવનારું
Advertisement

કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે (Pashupati Paras) આજે કેબિનેટમાંથી રાજીનામું (Resigned) આપી દીધું છે. NDA ની સીટ વહેંચણીમાં ખાલી હાથ રહ્યા બાદ તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે NDA દ્વારા સોમવારે દિલ્હીમાં બિહારની તમામ 40 લોકસભા સીટો (Lok Sabha seats) ની વહેંચણીની જાહેરાત કર્યા બાદ પારસે તેમના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં NDA સાથે સંબંધ તોડીને મહાગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

કેમ આપ્યું મોદી કેબિનેટમાંથી રાજીનામું

મળી રહેલી માહિતી અનુસાર, બિહારમાં NDAની સીટ વહેંચણીથી નારાજ RLJP પ્રમુખ પશુપતિ પારસે કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ સીટની વહેંચણીથી નારાજ છે. માત્ર 4-5 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેમની પાર્ટી સાથે અન્યાય થયો છે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચે બિહારને લઈને NDAમાં સીટોની વહેંચણી થઈ હતી. જેમાં ભાજપને 17, જેડીયુને 16, ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને 5, માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાના આરએલએમઓને 1-1 સીટ મળી છે. જેમાં પારસની પાર્ટી આરએલજેપીનું ખાતું ખોલવામાં આવ્યું ન હતું. આરએલજેપીને એક પણ સીટ મળી નથી. જેના કારણે પશુપતિ પારસ અને તેમની પાર્ટીના નેતાઓમાં પણ નારાજગી છે. અને તેના કારણે આજે તેમણે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે એક સીટ પર લડવાની જીદને કારણે આ આખો ખેલ બગડી ગયો છે.

Advertisement

Advertisement

ચૂંટણીમાં જોવા મળી શકે છે કાકા-ભત્રીજા આમને-સામને

પશુપતિ પારસ હાજીપુર સીટની માંગ કરી રહ્યા હતા જ્યારે ચિરાગ પાસવાન પણ આ જ સીટની માંગ કરી રહ્યા હતા. હાજીપુર એ જ સીટ છે જ્યાંથી ચિરાગના પિતા રામવિલાસ પાસવાન 9 વખત લોકસભાના સાંસદ હતા. 2019 માં, પશુપતિ પારસ અહીંથી ચૂંટણી જીતીને પ્રથમ વખત લોકસભા પહોંચ્યા હતા. એવી પણ ચર્ચા થઇ રહી છે કે પશુપતિ પારસ હાજીપુરથી ચિરાગ પાસવાન સામે ચૂંટણી લડી શકે છે. જેનો અર્થ એ છે કે, આ ચૂંટણીમાં કાકા-ભત્રીજા સામસામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પશુપતિ પારસ મહાગઠબંધન સાથે પણ વાતચીત કરી રહ્યા છે. એવી અટકળો છે કે પારસ પણ મહાગઠબંધન સાથે જઈ શકે છે. પરંતુ આ માત્ર ચર્ચા છે.

આ પણ વાંચો - Lok Sabha Election 2024 : PM મોદીએ હવે મંત્રીઓને પણ આગામી 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા કહ્યું…

આ પણ વાંચો - LOKSABHA 2024 : તમિલનાડુના કોઈમ્બતૂરમાં વડાપ્રધાન મોદી કરશે રોડ-શો, જાણો લોકસભા સીટનું મહત્વ

આ પણ વાંચો - MNS Party : NDA માં જોડાઈ શકે છે રાજ ઠાકરે…!, બીજેપી નેતાઓ સાથે વાતચીત માટે દિલ્હી પહોંચ્યા

Tags :
Advertisement

Trending News

.

×