Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માંડ માંડ બચ્યા ચિરાગ પાસવાન! ટેક-ઓફ પહેલા જ હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું

ચિરાગ પાસવાન (Chirag Paswan) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ના પ્રચારમાં ગયેલા ચિરાગ પાસવાન (Chirag Paswan) એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બનતા રહી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઉજિયારપુર (Ujiarpur) થી...
માંડ માંડ બચ્યા ચિરાગ પાસવાન  ટેક ઓફ પહેલા જ હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું

ચિરાગ પાસવાન (Chirag Paswan) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ના પ્રચારમાં ગયેલા ચિરાગ પાસવાન (Chirag Paswan) એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બનતા રહી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઉજિયારપુર (Ujiarpur) થી ભાજપના ઉમેદવાર નિત્યાનંદ રાય (Nityanand Rai) માટે પ્રચાર કરવા માટે ગયેલા પાસવાનના હેલિકોપ્ટરનું વ્હીલ (wheel of Paswan's helicopter) ટેકઓફ કરતા પહેલા જ અચાનક જમીનમાં ધસી ગયું હતું. જોકે, આ ઘટનામાં ચિરાગ પાસવાનનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

પાયલોટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાન બિહારના ઉજિયારપુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા. વાસ્તવમાં હેલિકોપ્ટરનું પૈડું જમીનમાં ધસી ગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી. પરંતુ પાયલોટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ચિરાગ પાસવાન સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, ચિરાગ પાસવાનના હેલિકોપ્ટર માટે ઈંટોનું હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. જ્યા આ હેલિપેડ બનાવવામાં આવ્યું હતું ત્યા ચારે બાજુ કાદવ કાદવ થઇ ગયું હતું. જે વરસાદના કારણે સંપૂર્ણપણે સુકાયું ન હોતું. જ્યારે હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યું ત્યારે તેનું એક પૈડું એ જ માટી પર ધસી ગયું અને ત્યાં સ્થિર થઇ ગયું હતું. જોકે આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતની તસવીર ચિરાગ પાસવાનની ઓફિસે જાહેર કરી છે.

Advertisement

પાસવાન અને તેમની ટીમ સુરક્ષિત

આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી અને ચિરાગ પાસવાન અને તેમની ટીમ બંને સુરક્ષિત રીતે બચી ગયા છે. આ ઘટના હેલિકોપ્ટર મુસાફરી સાથે સંકળાયેલા જોખમોને દર્શાવે છે. ખાસ કરીને લેન્ડિંગ અને ટેકઓફ જેવી ગંભીર ક્ષણો દરમિયાન, તે અકસ્માત તરફ નિર્દેશ કરે છે. જોકે, હેલિપેડ પર પાયલોટ અને ગ્રાઉન્ડ ક્રૂની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપના નિત્યાનંદ રાય NDA તરફથી ઉજિયારપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે, જેમના પક્ષમાં તેઓ મોહદ્દીનગરમાં એક જનસભાને સંબોધવા આવ્યા હતા. જ્યાં તેમના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેમનું હેલિકોપ્ટર અહીં બનેલા હેલિપેડના ટ્રેક પરથી નીચે ઉતરી ગયું હતું.

Advertisement

આ પણ વાંચો - Shiv Sena નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર થયું ક્રેશ, Video Viral

આ પણ વાંચો - Durgapur : હેલિકોપ્ટર પર ચડતા સમયે Mamata Banerjee નો પગ લપસ્યો, Video Viral

Tags :
Advertisement

.