Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar Politics : Dy. CM બનતા જ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ લાલુ યાદવ પર સાધ્યું નિશાન!

બિહારની રાજનીતિ (Bihar Politics) માટે ગઈકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આણી NDA સરકાર સાથે નવું ગઠબંધન કરી 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે તેમની...
bihar politics   dy  cm બનતા જ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ લાલુ યાદવ પર સાધ્યું નિશાન

બિહારની રાજનીતિ (Bihar Politics) માટે ગઈકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આણી NDA સરકાર સાથે નવું ગઠબંધન કરી 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે તેમની સાથે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને બીજેપી નેતા વિજય સિન્હાએ ડેપ્યુટી સીએમ (Dy. CM) તરીકે શપથ લીધા હતા.

Advertisement

એનડીએ (NDA) સરકારમાં સામેલ થતા પહેલા બીજેપીએ (BJP) રવિવારે વિધાયક દળના નેતા બદલ્યા (Bihar Politics) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને (Samrat Chaudhary) પાર્ટીએ નવા નેતા તરીકે નિયુક્ત કર્યા. સાથે જ ઉપનેતા વિજય સિન્હાને (Vijay Sinha) બનાવવામાં આવ્યા છે. પાર્ટીના બિહાર પ્રભારી વિનોદ તાવડે એ બીજેપીના પ્રદેશ મુખ્યાલયમાં યોજાયેલી વિધાયક દળની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. દરમિયાન, ભાજપના તમામ ધારાસભ્યો અને વિધાન પરિષદ હાજર રહ્યા હતા.

ત્યાર બાદ, પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે, સમ્રાટ ચૌધરીએ વડાપ્રધાન મોદીને (PM Modi) વિધાનસભા પક્ષના નેતા તરીકે નામાંકિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ એક ઐતિહાસિક તક છે. પાર્ટીએ મને પ્રદેશ અધ્યક્ષ અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી આપી. હવે તેમની સરકારમાં કામ કરવા માટે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે ભાજપ ધારાસભ્ય દળના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, બિહારના વિકાસ માટે અને લાલુ યાદવના આતંકને ખતમ કરવા માટે અમને 2020 માં જ જનતાનો (Bihar Politics) અભિપ્રાય મળ્યો હતો.

Advertisement

બિહારમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે કામ કરીશું

નાયબ નેતાની જવાબદારી મળ્યા બાદ વિજય સિન્હાએ (Vijay Sinha) કહ્યું કે, પાર્ટીએ તેમને જે પણ જવાબદારી સોંપી છે તેના માટે તેઓ ટોચના નેતૃત્વને અભિનંદન પાઠવે છે. બિહારમાં ગુનાખોરી, જંગલરાજની માનસિકતા ગુંડા રાજમાં ફેરવાઈ હતી. બિહારના લોકોના હિતમાં સક્ષમ નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બદલ વડાપ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બિહાર પ્રભારીનો આભાર. તેમણે કહ્યું કે, બિહારની જનતાની ભાવનાઓને અનુરૂપ અને જનાદેશને માન આપીને અમે બિહારની (Bihar Politics) અંદર સકારાત્મક અને રચનાત્મક વાતાવરણ બનાવવા માટે કામ કરીશું.

Advertisement

આ પણ વાંચો - Ayodhya : રામ મંદિર માટે દાનમાં ચાંદીની સાવરણી, કહ્યું- આનાથી ગર્ભગૃહની સફાઈ કરવી જોઈએ…

Tags :
Advertisement

.