બર્ગર કિંગ મર્ડર કેસમાં ત્રણેય ગેંગસ્ટર ઠાર, હરિયાણા પોલીસ માટે બની ગયા હતા માથાનો દુખાવો
બર્ગર કિંગ મર્ડર કેસ (Burger King murder case) માં ત્રણેય ગેંગસ્ટર્સ આશિષ કાલુ, વિકી છોટા અને સની ગુર્જરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. ભાઉ ગેંગ (Bhau gang) ના આ ત્રણેય સભ્યો શુક્રવારે STFના હાથે ઝડપાઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ફાયરિંગ (Firing) માં માર્યા ગયા હતા. જિલ્લાના ખરખોડા ગામમાં છિનૌલી રોડ પર STF અને ભાઉ ગેંગ (Bhau gang) ના શૂટર્સ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું હતું. મળતી માહિતી મુજબ આ શૂટર્સ ખૂબ જ ખતરનાક હતા. ઘણા દિવસોથી હરિયાણા પોલીસ (Haryana Police) માટે આ માથાનો દુખાવો બની ગયા હતા.
દિલ્હીના ગેંગસ્ટર સોનીપત એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગમાં 40 ગોળીઓ મારનાર બે ગુનેગારો આશિષ કાલુ અને વિકી રિધાના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ સિવાય અન્ય એક ગુનેગાર સની ગુર્જરનું પણ એન્કાઉન્ટર થયું છે. આ બદમાશોનું એન્કાઉન્ટર હરિયાણાના સોનીપતના ખારખોડા વિસ્તારમાં થયું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે સોનીપતમાં ત્રણેય ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ઓપરેશનમાં સોનીપત પોલીસની STF ટીમ પણ સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે ત્રણેયને ઘેરી લીધા ત્યારે બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ત્રણેયને ગોળી વાગી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ આશિષ કાલુ, વિકી છોટા અને સની ગુર્જરને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં વિજેન્દ્રએ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ સાથે મળીને વર્ષ 2018માં એક પ્રત્યક્ષદર્શીની હત્યા કરી હતી. એટલું જ નહીં થોડા સમય પહેલા સ્પેશિયલ સેલે ફરીદાબાદમાં વિજેન્દ્રને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.
Haryana | Delhi Police Crime Branch in a joint operation with Haryana STF killed three criminals in an encounter. The criminals belonged to the Himanshu Bhau Gang. The encounter broke out in the Sonipat District: Delhi Police Crime Branch
— ANI (@ANI) July 12, 2024
લાખો રૂપિયાની ઉચાપત કરનાર ટોળકીનો અંત
પોલીસે જણાવ્યું કે આ ટોળકી હરિયાણાના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરતી હતી. પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી પાંચ પિસ્તોલ કબજે કરી છે. હરિયાણા પોલીસે ત્રણ ગુનેગારોના ઠેકાણાની માહિતી માટે લાખો રૂપિયાના ઈનામની ઓફર કરી હતી. બર્ગર કિંગ આઉટલેટના શૂટિંગમાં એક મહિલા પણ સામેલ હતી. તેણે કથિત રીતે 26 વર્ષીય અમનને ગોળી મારતા પહેલા તેને હની ટ્રેપમાં ફસાયો હતો. આ મહિલાનું નામ અનુ છે જેને તેની ગેંગના સભ્યોમાં "લેડી ડોન" તરીકે પણ જાણીતી છે. તે ગેંગસ્ટર હિમાંશુ ભાઉની નજીકની સાથી છે. તે અમન જૂનને દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ આઉટલેટમાં લલચાવવા માટે નાખવામાં આવેલી જાળનો ભાગ હતી.
ગેંગસ્ટર્સે 40 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી
ઉલ્લેખનીય છે કે, 18 જૂનના રોજ રાજૌરી ગાર્ડનના જે બ્લોકમાં સ્થિત 'બર્ગર કિંગ' રેસ્ટોરન્ટની અંદર એક મહિલા સાથે બેઠેલા હરિયાણાના રહેવાસી અમન જૂન (26)ની બે બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમિયાન તેમણે લગભગ 40 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ત્રણ આરોપીઓ બાઇક પર આ ગુનો કરવા માટે આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ નજર રાખવા માટે બહાર ઉભો રહ્યો હતો, જ્યારે બે લોકોએ અંદર જઇને યુવક પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પણ વાંચો - Delhi : રાજૌરી ગાર્ડન વિસ્તારના બર્ગર કિંગ આઉટલેટમાં રેપિડ ફાયરિંગ, 1 શખ્સનું મોત
આ પણ વાંચો - સ્પાઈસ જેટની મહિલા કર્મચારીએ CISF ના જવાનને થપ્પડ માર્યો, જુઓ Video