Sukhdev Singh Gogomedi: સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં લેડી ડોનની ધરપકડ, બિશ્નોઈ ગેંગ સાથે ખાસ સંબંધ
ગોગામેડી હત્યા કેસમાં લેડી ડૉનની ધરપકડ
રાજસ્થાનમાં રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરી વિવિધ નવા પાસાઓ સામે આવી રહ્યાં છે. તેના અંતર્ગત આ કેસમાં અલગ-અલગ નવાં નામો અને આરોપીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે આ કેસમાં એક લેડી ડૉન પૂજા સૈનીનું નામ પણ સામે આવ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા માટે હથિયારો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સંડોવાયેલા ગુનેગારની પોલીસે ધરપકડ કરી છે. તેના ઘરેથી એક AK-47 અને અનેક નકલી આઈડી પણ જપ્ત કરવામાં આવ્યા છે.
5 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની જયપુરના શ્યામ નગરમાં સ્થિત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને શૂટરોએ ઘરમાં ધૂસીને ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસ રેકોર્ડ મુજબ 5 ડિસેમ્બરે કેટલાક લોકો સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેના ઘરે આવ્યા હતા. ગોગામેડી સાથે ચાની ચૂસકી લીધા બાદ સુરક્ષાકર્મીઓ તેને અંદર લઈ ગયા ત્યારે તેણે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં તેમનું મોત નીપજ્યું હતું.
લેડી ડૉનનો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ખાસ સંબંધ
ત્યાર બાદ રાજસ્થાન પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસ દ્વારા પાંસ દિવસની અંદર અનેક આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. તેના અંતર્ગત મુખ્ય આરોપીઓ તરીકે નીતિન ફૌજી અને રોહિત રાઠોડ નામના બે શૂટર્સનો સમાવેશ થાય છે અને તેમને ભાગવામાં હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી રામવીર દ્વારા મદદ કરવાનો આરોપ છે. આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'મેટા' પર આ હત્યાકાંડની જવાબદારી લેનાર અન્ય એક યુવક પોલીસની કસ્ટડીમાં છે. આ સાથે આ કેસમાં પાંચમી ધરપકડ લેડી ડોનના રૂપમાં થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂજા સૈની નામની આ છોકરી કુખ્યાત ગુનેગારો લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગ માટે હથિયાર વેચવાનું કામ કરે છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રાજ્યસભામાં પસાર થયા