Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ANU TANDAN-મુકેશ અંબાણીના દરેક ફેમિલી ફંક્શનમાં મ્હાલતાં મળે જ

ANU TANDAN મુકેશ અંબાણીના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે.રાતદાડો અંબાણીને ભાંડતી કોંગ્રેસનું આ વરવું રૂપ છે. અનુજીની જીવન સફર ખૂબ જ રહસ્યમય છે એ સત્ય છે કે માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના કોઈપણ દેશમાં જો કોઈની પાસે 5000 કરોડ...
anu tandan મુકેશ અંબાણીના દરેક ફેમિલી ફંક્શનમાં મ્હાલતાં મળે જ

ANU TANDAN મુકેશ અંબાણીના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે.રાતદાડો અંબાણીને ભાંડતી કોંગ્રેસનું આ વરવું રૂપ છે.

Advertisement

અનુજીની જીવન સફર ખૂબ જ રહસ્યમય છે

એ સત્ય છે કે માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના કોઈપણ દેશમાં જો કોઈની પાસે 5000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોય તો તે સરકારની મદદ વિના શક્ય નથી.

Advertisement

વાત 2011ની

2011 માં, જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે સંદીપ ટંડન નામના ED અધિકારી હતા, જે IRS એટલે કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી હતા.

તેમના નેતૃત્વમાં રિલાયન્સ હાઉસ અને એચએસબીસી બેંક પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી શું મળી આવ્યું હતું? અને કયા દસ્તાવેજો મળી આવ્યા હતા? તે મીડિયામાં પ્રસિદ્ધ થવા દેવામાં આવ્યા ન હતા.

Advertisement

પછી એક અઠવાડિયા પછી સમાચાર આવ્યા કે સંદીપ ટંડન EDની નોકરી છોડીને રિલાયન્સમાં ડિરેક્ટરની પોસ્ટ પર જોડાયા છે.

ED ના આસી. ડાયરેક્ટર રિલાયન્સ કંપનીમાં ડિરેક્ટર

હવે વિચારો, જો મોદી સરકારમાં ED કોઈ બિઝનેસ હાઉસ પર દરોડા પાડે અને દરોડાની આગેવાની કરનાર તેના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એક સપ્તાહ પછી તે જ કંપનીમાં ડિરેક્ટર બની જાય તો વિપક્ષ કેટલો હંગામો મચાવશે?

સમાચાર આવ્યા કે મુંબઈમાં પોસ્ટેડ રિલાયન્સના ડિરેક્ટર સંદીપ ટંડનને સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં એક વિલા મળ્યો છે અને તે 8 મહિનાથી સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં પોતાના વિલામાં રહે છે.

સ્વિસ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે મનમોહન સિંહની સરકાર દરમિયાન જ્યારે સોનિયા ગાંધી, રોબર્ટ વાડ્રા, પ્રિયંકા વાડ્રા, રાહુલ ગાંધી રજાઓ ગાળવા ઝુરિચ જતા હતા, ત્યારે તેઓ સંદીપ ટંડનના વિલામાં રહેતા હતા જે તેમને મુકેશ અંબાણીએ ભેટમાં આપ્યો હતો.

થોડા સમય પછી સમાચાર આવ્યા કે સંદીપ ટંડન તેના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  સંદીપ ટંડનનું રહસ્યમય મૃત્યુ થયું હોવા છતાં, તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું ન હતું અને ભારતીય દૂતાવાસે ઉતાવળમાં તેનો મૃતદેહ મુંબઈ મોકલ્યો અને અહીં અંતિમ સંસ્કાર કર્યા.

જે બાદ સમાચાર આવ્યા કે મુકેશ અંબાણીએ તેમની એક સોફ્ટવેર કંપની મોટિફ સંદીપ ટંડનની વિધવા ANU TANDAN ને ગ્રાન્ટ તરીકે આપી હતી.

3000 કરોડ રૂપિયાની કંપનીનું 'અનુ'દાન 

સેબીને કહેવામાં આવ્યું હતું કે આ કર્મચારી ANU TANDAN અમારા ડિરેક્ટરની વિધવા છે, તેથી તેના પતિના મૃત્યુ પર, આ કંપની તેની પત્નીને આપવામાં આવી હતી, જ્યારે તે સમયે કંપનીની કિંમત 3000 કરોડ રૂપિયા હતી.

તે પછી ફરી સમાચાર આવ્યા કે કોંગ્રેસે ઉન્નાવથી અનુ ટંડનને ટિકિટ આપી છે અને શાહરૂખ ખાન, કેટરિના કૈફ, સલમાન ખાન સહિત આખા બોલિવૂડને તેના ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે.

ANU TANDAN એક વખત સાંસદ હતા, ત્યારબાદ કોંગ્રેસે તેમને બે વખત ટિકિટ આપી અને બંને વખત તેઓ હારી ગયા.

હવે વિચારો કોર્પોરેટ અને રાજકારણીઓ વચ્ચે શું સાંઠગાંઠ છે ?  અને ઘણી વખત વ્હાઈટ પોસ્ટના નેતાઓ કહે છે કે અમે આટલા-આટલા ઉદ્યોગપતિના લગ્ન સમારોહમાં નહીં જઈએ પણ પાછળ દ્રશ્યો પણ સમજો કે તેની પાછળ કઈ રમત રમાઈ રહી છે.

આ પણ વાંચો- ઉત્તર પ્રદેશમાં All is not Well, દિલ્હી દરબાર પહોંચ્યા નેતાઓ 

Advertisement

.