નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, સરકાર બનાવવાનો કર્યો દાવો
લોકસભા ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ બહુમતી કોઇ પાર્ટી મળી નથી. જોકે, NDA ને બહુમતી કરતા પણ વધારે મત મળ્યા છે. અને હવે મળી રહેલી માહિતી અનુસાર, NDA ના તમામ પક્ષ એકસૂરમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે તૈયાર થયા છે. જણાવી દઇએ કે, નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદી સરકારમાં કોને કયું મંત્રાલય મળશે? આ અંગે વિચાર-મંથન હજુ પણ ચાલી રહ્યું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
ત્રીજી વખત મોદી લેશે વડાપ્રધાન તરીકે શપથ
આ દરમિયાન નરેન્દ્ર મોદીએ સાંસદોના સમર્થનનો પત્ર પણ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. આ પછી રાષ્ટ્રપતિએ NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 9 જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે છેલ્લા બે ટર્મમાં દેશ જે ગતિએ આગળ વધ્યો છે તેના કરતા વધુ ઝડપે વિકાસ કાર્ય થશે. તેમણે કહ્યું કે, અમારી સરકાર દેશના સપનાને સાકાર કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કમી નહીં રહે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે અમારી પાસે કેબિનેટ સભ્યોને શપથ લેવડાવવાની યાદી પણ માંગી છે. અમે કહ્યું છે કે, રવિવારે સાંજે શપથ લેવાનું તેમના માટે અનુકૂળ રહેશે. રાષ્ટ્રપતિ ભવન બાકીની વિગતો પર કામ કરશે અને ત્યાં સુધીમાં અમે મંત્રી પરિષદની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરીશું. ત્યાર બાદ શપથ સમારોહ યોજાશે.
#WATCH | Delhi: Narendra Modi meets President Droupadi Murmu at the Rashtrapati Bhavan and stakes claim to form the government.
He was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/PvlK44ZC2x
— ANI (@ANI) June 7, 2024
મોદી અડવાણી અને જોશીને મળ્યા
કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા, ભાજપના સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટાયા પછી તરત જ મોદી અડવાણીને મળ્યા હતા.
Went to Advani Ji’s residence and sought his blessings. Every @BJP4India Karyakarta is inspired by Advani Ji’s monumental efforts to strengthen the Party. pic.twitter.com/GJVwh6W4OL
— Narendra Modi (@narendramodi) June 7, 2024
Called on Dr. Murli Manohar Joshi Ji. I have learnt so much from him when I was working in the Party organisation. He is greatly respected across India for his wisdom and knowledge. pic.twitter.com/qzvymoG0YB
— Narendra Modi (@narendramodi) June 7, 2024
ઉલ્લેખનીય છે કે, NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર ઘણા દિગ્ગજો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - PM Modi Speech : સંસદીય દળની બેઠકમાં PM મોદીએ જણાવ્યું શું છે NDA નો અર્થ…?
આ પણ વાંચો - NDA : આજે નીતિશ અને ચન્દ્રાબાબુએ શું કહ્યું પીએમ મોદીને..?