Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હજ યાત્રામાં 98 ભારતીયોના મોત, ભારત સરકારે આપી આ માહિતી

Hajj 2024 : સાઉદી અરેબિયા (Saudi Arabia) માં મુસલમાનોનું સૌથી પવિત્ર સ્થળ ગણાતું મક્કા શહેરમાં ભીષણ ગરમી (intense heat) પડી રહી છે. આ ગરમી ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં 1 હજારથી વધુ હજ...
હજ યાત્રામાં 98 ભારતીયોના મોત  ભારત સરકારે આપી આ માહિતી

Hajj 2024 : સાઉદી અરેબિયા (Saudi Arabia) માં મુસલમાનોનું સૌથી પવિત્ર સ્થળ ગણાતું મક્કા શહેરમાં ભીષણ ગરમી (intense heat) પડી રહી છે. આ ગરમી ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં 1 હજારથી વધુ હજ યાત્રીઓના મોત થયા છે. આ સિવાય હજારો લોકો હીટ વેવ (Heat Wave) થી પ્રભાવિત થયા છે તેમની સારવાર ચાલી રહી છે. આ યાત્રીઓમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. શુક્રવારે માહિતી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન 98 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.

Advertisement

98 ભારતીયોના મોત

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, મક્કામાં વાર્ષિક હજ યાત્રા દરમિયાન 98 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ગયા વર્ષે સમગ્ર હજ સમયગાળા દરમિયાન ભારતમાંથી કુલ 187 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું, "આ વર્ષે 1,75,000 ભારતીય તીર્થયાત્રીઓ હજ માટે મક્કા ગયા છે. હજનો સમયગાળો 9 મેથી 22 જુલાઈ સુધીનો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 98 લોકોના મોત થયા છે." ઘણા યાત્રીઓ ગાયબ થયા હોવાની પણ વાતો ચાલી રહી છે. અગાઉ મંગળવારે સાઉદી અરેબિયાની સરકારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 550 હજ યાત્રીઓના મોત થયા છે. સાઉદી સરકારના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના લોકોના મોત મક્કામાં કાળઝાળ ગરમીના કારણે થયા છે. ભૂતકાળમાં પણ મક્કામાં ભીડ અને ગરમીના કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી. અહેવાલો અનુસાર, આ વર્ષે હજ યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા હજયાત્રીઓમાં લગભગ 658 ઇજિપ્તના છે.

Advertisement

હજ યાત્રીઓની દયનીય હાલત

સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ગરમી એવી છે કે વૃદ્ધોને તો છોડી દો, યુવાનો પણ કોઈને કોઈ રીતે પોતાનો જીવ બચાવી રહ્યા છે. આ વર્ષે ઉનાળામાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું હતું, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું ન હતું. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ રેકોર્ડ તાપમાન હોવાનું કહેવાય છે. સાઉદી અરેબિયામાં ઉનાળાનું તાપમાન દર દાયકામાં વધી રહ્યું છે. તાજેતરના સંશોધન મુજબ, મક્કા અને આસપાસના ધાર્મિક વિસ્તારોનું તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદ પાસે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ હતું. વધતી ગરમીને જોતા સાઉદી અરબ સરકાર હજ યાત્રીઓને સતત સલાહ આપી રહી છે. સાઉદી સત્તાવાળાઓએ યાત્રીઓને તીવ્ર સૂર્યપ્રકાશમાં છત્રીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે પુષ્કળ પાણી પીવો અને જ્યારે તડકો ખૂબ પ્રબળ હોય ત્યારે બહાર જવાનું ટાળો.

Advertisement

માતાની મોત પર રડવા લાગ્યો શખ્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે મક્કાના મેડિકલ કોમ્પ્લેક્સમાં જ્યારે ઇજિપ્તના એક વ્યક્તિને તેની માતાના મૃત્યુની ખબર પડી તો તે ખૂબ રડી પડ્યો. તેણે તેના ટ્રાવેલ એજન્ટને ફોન કરીને કહ્યું કે તમે મારી માતાને મરવા માટે છોડી દીધી. મળી રહેલી માહિતી અનુસાર, મક્કામાં તીવ્ર ગરમીના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે મસ્જિદ પાસે ઘણા લોકો બેભાન થતા જોવા મળ્યા હતા. ઘણા મૃત્યુ પણ પામ્યા. હજ દરમિયાન ગરમીના કારણે મૃત્યુના 1400 કેસ નોંધાઈ રહ્યા છે.

મુસ્લિમો માટે હજ કેમ મહત્વપૂર્ણ?

ઇસ્લામના પાંચ સ્તંભોમાં હજને મુખ્ય સ્તંભ માનવામાં આવે છે. જે મુસ્લિમો શારીરિક અને આર્થિક રીતે સક્ષમ છે તેમના માટે જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે હજ કરવાથી મુસ્લિમ લોકોના તમામ પાપો ધોવાઇ જાય છે અને વ્યક્તિ પવિત્ર બનીને મક્કા પરત ફરે છે.

આ પણ વાંચો - Hajj pilgrims died: સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓ પર ગરમીનો કહેર, 550 થી વધુ મોત

આ પણ વાંચો - સુધરે એ ચીન કહેવાય? દક્ષિણી ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું કર્યું પુનરાવર્તન, Video

Tags :
Advertisement

.