COP-28 Summit : કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.
#WATCH | Dubai, UAE: World leaders attending the #COP28 Summit pose for a family photograph pic.twitter.com/LZEuk1bclJ
— ANI (@ANI) December 1, 2023
કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા : PM મોદી
દુબઈની એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે PM મોદીએ એમ પણ કહ્યું કે, ભારત એક માત્ર દેશ છે જેણે National Determined Contribution માટે તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કર્યું છે. PM મોદીએ આગળ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને તેના વિરુદ્ધ લડવા માટે આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે. ઉપરાંત આ પરિસ્થિતિ સામે લડવા આ પણ મહત્વનું છે કે, વિકાસશીલ દેશોને સમસ્યા સર્જતા દેશો તરીકે ન આંકવા. વિકાસશીલ દેશો પણ આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમને નાણાકીય અને તકનીકી મદદ આપ્યા વિના આ બનશે નહિ. આ કારણે જ મેં હંમેશા હિમાયત કરી છે કે, કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે વૈશ્વિક સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.
PM Modi arrives at COP28 Leadership Pavilion; UAE President, UN Chief welcome him
Read @ANI Story | https://t.co/XucWRe5X7K#PMNarendraModi #COP28Summit #UAE #UN #COP28 #AntonioGuterres pic.twitter.com/JqSnTkwCNa
— ANI Digital (@ani_digital) December 1, 2023
ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ વિશે કરી વાત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, COP27 કોન્ફરન્સ દરમિયાન, મેં કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પંચામૃત નામની ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ આપી હતી. જેમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા સુધી પહોંચવું, 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જામાંથી ભારતની 50 ટકા ઊર્જા જરૂરિયાતો હાંસલ કરવી, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને એક અબજ ટન સુધી મર્યાદિત કરવું, 2030 સુધીમાં 45% દ્વારા કાર્બન આધારિત અર્થવ્યવસ્થા વિકસાવવી અને વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડશે જેવી પ્રતિબદ્ધતાઓ સામેલ છે.
આ પણ વાંચો _PM મોદી દુબઈના પ્રવાસે,ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત