Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશ મંત્રાલય સેવાઓને મજબુત બનાવશે, શરૂ કર્યો પરિવર્તનશીલ કાર્યક્રમ

ભારતીય વિદેશ મંત્રાલયે તેની સેવાઓ વધુ અસરકારક બનાવવા માટે પાર્ટનર વિઝા પંસદ કરવાના નિયમો અને કોન્સ્યુલર સેવાઓને મજબૂત બનાવી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફારો ભારતની મુલાકાતે આવતા વિદેશીઓ અને ભારતીય ડાયસ્પોરા માટે કરવામાં આવ્યા છે....
વિદેશ મંત્રાલય સેવાઓને મજબુત બનાવશે  શરૂ કર્યો પરિવર્તનશીલ કાર્યક્રમ

ભારતીય વિદેશ મંત્રાલયે તેની સેવાઓ વધુ અસરકારક બનાવવા માટે પાર્ટનર વિઝા પંસદ કરવાના નિયમો અને કોન્સ્યુલર સેવાઓને મજબૂત બનાવી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફારો ભારતની મુલાકાતે આવતા વિદેશીઓ અને ભારતીય ડાયસ્પોરા માટે કરવામાં આવ્યા છે. આ પરિવર્તનનો ઉદ્દેશ્ય ભારતની મુલાકાત લેતા વિદેશીઓ અને વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાની સામે દેશની છબી વધુ સુદ્દઢ બનાવવા અને સેવાઓને વધુ મજબૂત, સરળ અને વિશ્વસનીય બનાવવાનો છે.

Advertisement

પરિવર્તન હેઠળ આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

કોઈપણ વિદેશી પ્રવાસી માટે ભારત આવવાનું પ્રથમ કેન્દ્ર વિદેશમાં ઉપલબ્ધ ભારતીય મિશન હોય છે. આ જ કારણ છે કે વિદેશ મંત્રાલયે ત્યાંની સેવાઓમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, વિદેશ મંત્રાલયે યોગ્ય આઉટસોર્સ સેવા પ્રદાતાઓની પસંદગી કરવા માટે પોતાની ટેન્ડરિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં સુધારો કરવા અને તેને મજબૂત કરવા માટે પરિવર્તનશીલ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ ફેરફારનું ફોકસ L1 મુલ્ય નિર્ધારણ, ગુણવત્તાયુક્ત સેવાઓ, ટકાઉ અને વ્યવહારુ મૂલ્ય, ડેટા સંરક્ષણ સુરક્ષા અને નૈતિક પ્રથાઓ તેમજ અખંડિતતાના ચાર સ્તંભ પર ભાર મૂકે છે.

Advertisement

એક અભિપ્રાય એવું કહે છે કે ભારત વેપાર અને નાગરિક સેવાઓ જેવા ઘણા ક્ષેત્રોમાં વૈશ્વિક નેતાની ભૂમિકામાં છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે, આવી સ્થિતિમાં એવા પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે જે દેશ અને ભારત સરકારની છબીને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે સરકાર સેવા પ્રદાતાઓની ગુણવત્તા, વિશ્વસનીયતા પર ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે, નહીં તો તે સરકારની ક્ષમતાઓમાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી શકે છે

Advertisement
Tags :
Advertisement

.