Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Gujarat Assembly : વિધાનસભા ગૃહ (Assembly House) માં આજે કોંગ્રેસ નેતાઓએ નકલી કચેરી (fake office) અંગે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ (Congress)  પાર્ટીના નેતાઓએ આજે એકવાર ફરી સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જણાવી દઇએ કે, હાલમાં વિધાનસભા (Gujarat Assembly) માં...
નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો  બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Gujarat Assembly : વિધાનસભા ગૃહ (Assembly House) માં આજે કોંગ્રેસ નેતાઓએ નકલી કચેરી (fake office) અંગે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ (Congress)  પાર્ટીના નેતાઓએ આજે એકવાર ફરી સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જણાવી દઇએ કે, હાલમાં વિધાનસભા (Gujarat Assembly) માં શિયાળુ સત્ર (Winter Session) ચાલી રહ્યું છે, જેમાં સરકાર અનેક સવાલોના જવાબો આપી રહી છે. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો (MLA)એ ગૃહમાં સરકાર સામે નકલીકાંડનો મુદ્દો ઉછાળ્યો હતો. ધારાસભ્યોના હોબાળા વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

Advertisement

ગૃહમાં નકલી કચેરી અંગે હોબાળો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી કચેરીથી લઇને નકલી ટોલનાકાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના ગૃહમાં આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ગૃહમાં નકલી કચેરી અંગે હોબાળો મચાવ્યો હતો. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અધ્યક્ષ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપુતે પણ ટેકો આપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના તે સમયે હાજર તમામ ધારાસભ્યોને આજની તમામ કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસ ધારાસભ્યોએ આ પછી પણ હોબાળો ચાલું રાખ્યો હતો.

Advertisement

નકલી કચેરી મુદ્દે સરકારનો જવાબ

થોડા દિવસો પહેલા છોટા ઉદેપુરમાં નકલી કચેરી મુદ્દે વિધાનસભામાં ચર્ચાઓ શરૂ થઇ હતી. આ અંગેના કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીના સવાલો પર સરકારના મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો કે, નકલી કચેરી અંગેની જાણકારી મળતા જ સરકારે સામે ચાલીને જ કાર્યવાહી કરી હતી. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 21 કરોડ રૂપિયા આદિવાસી વિભાગ દ્વારા નકલી કચેરીને ફાળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ ભગવાન વાળીનાથની શરણે

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.