Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્યો પાટણમાં મુખ્યમંત્રીને મળ્યા, અનેક અટકળો વહેતી થઇ

જેમ જેમ ગુજરાત વિધાસભા ચૂંટણીને લઇને માહોલ જામી રહ્યો છે, તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ વધી રહી છે. સાથે જ અત્યારે પક્ષ પલટાનો દોર પણ શરુ થયો છે. આ તમામ સ્થિતિ વચ્ચે આજે ઉત્તર ગુજરાતથી જે સમાચાર આવ્યા છે, તેના કારણે ફરી વખત ગુજરાતના રાજકારણમા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઉપરાંત ચોમેર નવી અટકળો અને ચર્ચાઓ પણ શરુ થઇ ગઇ છે. આ અટકળો છે વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં જ
ઉત્તર ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્યો પાટણમાં મુખ્યમંત્રીને મળ્યા  અનેક અટકળો વહેતી થઇ
જેમ જેમ ગુજરાત વિધાસભા ચૂંટણીને લઇને માહોલ જામી રહ્યો છે, તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ વધી રહી છે. સાથે જ અત્યારે પક્ષ પલટાનો દોર પણ શરુ થયો છે. આ તમામ સ્થિતિ વચ્ચે આજે ઉત્તર ગુજરાતથી જે સમાચાર આવ્યા છે, તેના કારણે ફરી વખત ગુજરાતના રાજકારણમા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઉપરાંત ચોમેર નવી અટકળો અને ચર્ચાઓ પણ શરુ થઇ ગઇ છે. આ અટકળો છે વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની.
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના બે ધારાસભ્યોએ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી આજે રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે પાટણ ગયા હતા. જ્યાં તેમની સાથે કોંગ્રેસના બે ધારાસભ્યોએ મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરનારા બે ધારાસભ્યોમાં એક છે પાટણના ધારાસભ્ય કિરીટ પરમાર અને બીજા છે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદજી ઠાકોર. આ મુલાકાત સમયે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર હતા. 
પાટણના ધારાસભ્ય કિરીટ પરમારે આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારથી રાજકીય વર્તુળોમાં નવી જ અટકળ વહેતી થઇ છે. એવી ચર્ચાઓ શરુ થઇ છે કે કોંગ્રેસના આ બંન્ને ધારાસભ્યો પણ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ગુજરાત સ્થાપના દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં હાજર હતા. ત્યાં પણ તેઓ ભાજપના પ્રદેશ મંત્રી રજની પટેલ સાથે ગુફતગુ કરતા નજરે પડયા હતા. 

શું કહ્યું કિરીટ પટેલે?
જો કે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત અને સંપૂર્ણ બિનરાજકીય ગણાવી હતી. તેમણે કહ્યું કે પાટણમાં આ વર્ષે પ્રથમવાર રાજ્ય કક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી હતી. જેમાં પ્રોટોકોલ મુજબ મેં હાજરી આપી હતી. ઉપરાંત મુખ્યમંત્રી સાથે જે મુલાકાત થઇ છે તે પણ રાજકીય નહોતી.
Advertisement
Tags :
Advertisement

.