Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

Patan: પાટણ SOG પોલીસ દ્વારા બોગસ હોસ્પિટલ પકડવાનો મામલો સામે આવ્યાં છે. સુરેશ ઠાકોર નામનો ઇસમ માત્ર ધોરણ 10 પાસ છે, છતાં ડૉક્ટર બની લોકોનો આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.
patan  10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ  દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ
Advertisement
  1. 10 પાસ સુરેશ ઠાકોર નામનો શખ્સ બની ગયો ડૉક્ટર!
  2. કોઈપણ ડીગ્રી વિના જ સુરેશ ઠાકોર આપતો હતો દવા
  3. 10 પાસ સુરેશ ઠાકોર લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં

Patan: ગુજરાતમાં બોગસ ડૉક્ટરો ખુબ વધી ગયા છે અથવા એમ કહો કે, હવે પકડાઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં જ આવા અનેક બોગસ ડૉક્ટરોને પોલીસે ઝડપ્યાં છે. ત્યારે અત્યારે ફરી પાટણ SOG પોલીસ દ્વારા બોગસ હોસ્પિટલ પકડવાનો મામલો સામે આવ્યાં છે. સુરેશ ઠાકોર નામનો ઇસમ માત્ર ધોરણ 10 પાસ છે, છતાં ડૉક્ટર બની લોકોનો આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. જેની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કુલ 13.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાંતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ICU સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલીને લોકોની સારવાર કરી રહ્યો હતો. SOG પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધના મળીને કુલ 13.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરેશ ઠાકોર પર B ડિવિઝન પોલીસ મથકે અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ

Advertisement

સુરેશ ઠાકોર સામે દત્તક આપવામાં નામે બાળક વેચવાની ફરિયાદ

મળતી જાણકારી પ્રમાણે સુરેશ ઠાકોર સામે દત્તક આપવામાં નામે બાળક વેચવાની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, નીરવ મોદી નામના વ્યક્તિએ સુરેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નીરવ મોદીએ 1.20 લાખ આપી સુરેશ ઠાકોર પાસેથી બાળક દતક લીધું હતું. સુરેશ ઠાકોરે બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું પરંતુ બાળક દત્તકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા. ફરિયાદી નીરવ મોદીએ બાળક તંદુરસ્ત ના રહેતા બાળક પાછુ આપ્યું પરંતુ પૈસા પરત ના આપતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : નદીની કોતરોમાંથી આવી આંટાફેરા મારતા તસ્કરો, મગરોથી બેખોફ

દત્તક આપેલું બાળક અત્યારે ક્યાં છે? મોટો સવાલ

સૌથી મોટ સવાલ અત્યારે એ થાય છે કે, દત્તક આપેલું બાળક અત્યારે ક્યાં છે? જો કે, આ સમગ્ર ઘટના બાદ પણ ફરિયાદીએ મીડિયા સમક્ષ આવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ સુરેશ ઠાકોર નામના વ્યક્તિ પર અનેક પ્રકારે સવાલો થઈ રહ્યાં છે, જો કે, અત્યારે પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આરોપી બાળકોને વેચતો હતો તે ખુબ જ મોટો ગુનો છે. તે મામલે પણ યોગ્ય તપાસ બાદ કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: સ્વરૂપજીની જીત બાદ અલ્પેશ ઠાકોરે ગેનીબેન અને ગુલાબસિંહ સહિત કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Tags :
Advertisement

Trending News

.

×