અગ્નિકાંડના મૃતકોના આંકડા બાબતે પરેશ ધાનાણીનો ગંભીર આરોપ
Paresh Dhanani : રાજકોટ અગ્નિકાંડને લઇ પૂર્વ નેતા વિપક્ષ તથા કોંગ્રેસના સિનીયર નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ ગંભીર આરોપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે રાજકોટ અગ્નિકાંડમાં સ્થળ પરથી 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે અને તંત્ર મોત અને મિસિંગ વ્યક્તિના આંકડા છુપાવી રહ્યું છે.
સ્થળ પરથી 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે
રાજકોટ અગ્નિકાંડમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સ્થળ પરથી 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે અને બે દિવસમાં ઘટના સ્થળેથી માનવ અવશેષો મળી આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તંત્ર મોત અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવી રહ્યું છે.
મૃતકોના આંકડાઓમાં ભારે વિસંગતતા
તેમણે સવાલ કર્યો કે કેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આંકડા જાહેર કરતા નથી?. આગમાં 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું છે પણ મૃત્યુઆંક 28 એ અટકાવી દેવામાં આવ્યો. જ્યારે કલેક્ટર ઓફિસે 33 મૃતક જાહેર કર્યાં છે. પોલીસે 28 લોકોને મૃતકો જાહેર કર્યા છે અને મૃતકોના આંકડાઓમાં ભારે વિસંગતતા છે.
સરકાર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરે છે
તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરે છે પણ કોંગ્રેસ પડદો પાડવા નહીં દે. તેમણે કહ્યું કે ગેમઝોનની આસપાસના સીસી ટીવી પોલીસે કબજે કરવા જોઇએ અને બિનવારસી વાહનોમાં પણ તપાસ થવી જોઇએ. ઉપરાંત સ્થળ પરથી ધૂળના પણ સેમ્પલ લેવા જોઇએ.
હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો
પરેશ ધાનાણીએ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનો પર્સનલ નંબર જ હેલ્પ લાઇન માટે જાહેર કર્યો અને કહ્યું કે જે લોકોના સગા લાપતા હોય તે અતુલ રાજાણી - 9979900100 નંબર પર સંપર્ક કરે.
આ પણ વાંચો----- Gamezones : તપાસના અંતે રાજ્યમાં આટલા ગેમઝોન આખરે સીલ..!
આ પણ વાંચો---- TRP gamezone : હવે ખબર પડી, આ અધિકારીઓ કેમ ભેગા થયા હતા…
આ પણ વાંચો---- Rajkot: 50 ડિગ્રી તાપમાન પણ સહન નથી થતું ત્યાં 800 ડિગ્રી ગરમીનું નિર્માણ થયું હતું!