Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone Tragedy : સુરત, રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ

Rajkot Game Zone Tragedy : કહેવત છે કે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ જો ભૂલ એકવાર થાય તો તેને તમે ભૂલ કહી શકો પણ જ્યારે તેનું સતત પૂનરાવર્તન થતું જણાય ત્યારે તે ગુનો બની જાય છે. કઇંક આવું જ રાજકોટના...
rajkot game zone tragedy   સુરત  રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ

Rajkot Game Zone Tragedy : કહેવત છે કે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ જો ભૂલ એકવાર થાય તો તેને તમે ભૂલ કહી શકો પણ જ્યારે તેનું સતત પૂનરાવર્તન થતું જણાય ત્યારે તે ગુનો બની જાય છે. કઇંક આવું જ રાજકોટના ગેમ જોન (Rajkot's Game Zone) જોવા મળ્યું છે. જ્યા તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, 32 લોકોના મોત (32 People Died) થયા છે. આ મોતમાં સૌથી વધુ બાળકોના નામ સામેલ છે. આટલી મોટી દુર્ઘટના (Big Tragedy) બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યમાં આ પ્રકારની એક ઘટના નહીં પણ ઘણીવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમા સૌથી મોટી દુર્ઘટના મોરબી પુલ (Morbi Bridge) ની બની જેને હજુ 1 વર્ષ પણ થયું નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ગુજરાતની તે મોટી ઘટનાઓ જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

Advertisement

Rajkot Game Zone Fire Accident

Rajkot Game Zone Fire Accident

વડોદરા હરણી કાંડ

વડોદરામાં 18 જાન્યુઆરી 2024 ના રોજ હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી દુર્ઘટના બની હતી. આ તળાવમાં બોટ પલટી જતાં 14 લોકોના મોત થયાં હતાં, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 બાળકોનો આબાદ બચાવ થયો હતો. પ્રશાસને આ મામલે કાર્યવાહી કરી અને 18 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો અને SITની રચના કરી હતી.

Advertisement

Vadodara Harni Lake Incident

Vadodara Harni Lake Incident

મોરબી ઝુલતો પુલ ધરાશાયી

ગુજરાતનો ત્રીજો મોટો અકસ્માત 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર થયો હતો. જણાવી દઇએ કે, આ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 134 જેટલા લોકોના મોત થયા હતા. જેમાં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં 300થી વધુ લોકો ડૂબી ગયા હતા. આ અકસ્માત બાદ પ્રશાસને કાર્યવાહી કરી અને 9 લોકોની ધરપકડ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ અકસ્માતના એક દિવસ બાદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન આ દરમિયાન પીડિતોને પણ મળ્યા હતા.

Advertisement

Morbi Bridge Collapse

Morbi Bridge Collapse

સુરત તક્ષશિલા કોચિંગ સેન્ટરમાં લાગી આગ

રાજ્યના સુરત સ્થિત તક્ષશિલા કોચિંગ સેન્ટરમાં 5 વર્ષ પહેલા ભયાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ વહીવટીતંત્રે 14 લોકોની ધરપકડ કરી હતી. આગ બિલ્ડિંગના મુખ્ય ગેટ પર ફાટી નીકળી હતી, તેથી ઘણા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી નીચે કૂદી પડ્યા હતા.

Surat Fire Tragedy

Surat Fire Tragedy

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં 32 લોકોના કરૂણ મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે ગેમ ઝોનમાં લાગેલા ACમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના પછી આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. આ દર્ઘટના બાદ પોલીસે ગેમ ઝોનના માલિકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ TRP ગેમ ઝોનનું ફાયર NOC રિન્યુ કરવામાં આવ્યું ન હતું. સરકારે રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સરકારે મૃતકોના આશ્રિતોને વળતર આપવાની પણ જાહેરાત કરી છે અને તપાસ માટે SITની રચના પણ કરી છે.

આ પણ વાંચો - 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

આ પણ વાંચો - Rajkot Game Zone Fire : ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો

Tags :
Advertisement

.