Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT GAME ZONE TRAGEDY : હત્યાકાંડમાં 32 લોકો જીવતા હોમાયા! CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ

RAJKOT GAME ZONE TRAGEDY : વીકેન્ડની મજા (Weekend Fun) માટે TRP મોલમાં ગયેલા પરિવારને ક્યા ખબર હતી કે તેઓ જ્યા જઇ રહ્યા છે ત્યા એવી દુર્ઘટના (Tragedy) બનશે કે તે પોતાના સ્વજનને પછી તેઓ ક્યારે પણ નહીં જોઇ શકે. જીહા,...
rajkot game zone tragedy   હત્યાકાંડમાં 32 લોકો જીવતા હોમાયા  cm ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ

RAJKOT GAME ZONE TRAGEDY : વીકેન્ડની મજા (Weekend Fun) માટે TRP મોલમાં ગયેલા પરિવારને ક્યા ખબર હતી કે તેઓ જ્યા જઇ રહ્યા છે ત્યા એવી દુર્ઘટના (Tragedy) બનશે કે તે પોતાના સ્વજનને પછી તેઓ ક્યારે પણ નહીં જોઇ શકે. જીહા, શનિવારે સાંજે રાજકોટના TRP મોલમાં આવેલા Game Zone માં ભીષણ આગ (Massive Fire) લાગી હતી, જેમા બાળકો સહિત ઓછામાં ઓછા 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુર્ઘટના બાદ ગુજરાત પોલીસે ગેમ ઝોનના મેનેજર નીતિન જૈન અને ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકીની ધરપકડ કરી છે. અકસ્માતની તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેમિંગ પ્રવૃત્તિઓ માટે મેટલ અને ફાઈબર શીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ગેમિંગ ઝોન (Gaming Zone) માં સાંજે 4.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ પછી 6 કલાકથી વધુ સમય સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી. વળી આ દુર્ઘટનાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે પોતાની સંવેદનના વ્યક્ત કરી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની મેળવી માહિતી

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે પહોંચ્યા છે, જ્યા તેઓ સમગ્ર ઘટના વિશે વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. તેમણે સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. નોંધનીય છે કે, મોડી રાત્રે ગુજરાત રાજ્યગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટમાં આવેલા TRP ગેમઝોનની મુલાકાત લીધી હતી. હર્ષભાઈ સંઘવીએ સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી. બીજી તરફ મોડી રાત્રે હર્ષભાઈ સંઘવી રાજકોટની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, SITમાં સામેલ તમામ અધિકારીઓને 3 વાગ્યા સુધીમાં રાજકોટ કલેક્ટર કચેરીએ હાજર રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે મોડી રાત્રે કલેક્ટર કચેરીમાં તમામ પદ્દાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બીજી તરફ આ ઘટનામાં CM ભૂપેન્દ્ર પટેલે પોતાની સંવેદનના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજકોટ (Rajkot) ગેમ ઝોન આગ દુર્ઘટના (Game Zone Tragedy)માં સરકારે SIT ની રચના કરી છે.

Advertisement

મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે પોતાની X પોસ્ટમાં લખ્યું હતું કે, "રાજકોટમાં આગની ઘટના દુઃખદાયક છે. હું લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું." તેમણે આગળ લખ્યું કે, “રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય રકમ આપશે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે અને કોઈપણ પ્રકારની બેદરકારીને સાંખી લેવામાં આવશે નહીં અને સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી છે.

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ…

રાજકોટના TRP મોલમાં આવેલા Game Zone માં ભીષણ આગ પર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં 32 લોકોના કરૂણ મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે ગેમ ઝોનમાં લાગેલા ACમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના પછી આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. આ દર્ઘટના બાદ પોલીસે ગેમ ઝોનના માલિકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ TRP ગેમ ઝોનનું ફાયર NOC રિન્યુ કરવામાં આવ્યું ન હતું. સરકારે રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સરકારે મૃતકોના આશ્રિતોને વળતર આપવાની પણ જાહેરાત કરી છે અને તપાસ માટે SITની રચના પણ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ! ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, કહ્યું – જવાબદારો સામે..

આ પણ વાંચો - Rajkot Game Zone Tragedy : સુરત, રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ

Tags :
Advertisement

.