Rajkot Game zone અગ્નિકાંડમાં ભાજપના બે ઉચ્ચ નેતાઓની સાંઠગાંઠ! દિલ્હી સુધી થઇ ફરિયાદ...
શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટ (Rajkot)ના ગેમઝોન (Game zone)માં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. PM મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તે ક્ષણ ખૂબ જ ડરામણી હતી. આગ (Rajkot Fire) ચારે તરફ પ્રસરી રહી હતી અને લોકોની ચીસો સંભળાતી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં તંત્રની સાંઠગાંઠ...!
તમને જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (Game zone) અગ્નિકાંડમાં ભાજપના સંગઠન અને પદાધિકારીની સાંઠગાંઠ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ MLA અરવિંદ રૈયાણી અને પૂર્વ મેયર પ્રદીપ ડવના નામો ચર્ચામાં આવી રહ્યા છે. સુત્રો દ્વારા વધુ જાણકારી મળી રહી છે કે, કોર્પોરેશનના અધિકારીઓને આ નેતાઓના સંબંધનું દબાણ હતું. મહત્વનું છે કે, Gujarat First પહેલેથી જ ગેમઝોન (Game zone)માં રાજકીય કનેક્શનની વાત દર્શકોને કહી રહી છે અને તે અમુક અંશે સાચી પણ પડી રહી છે.
ગેમઝોન અગ્નિકાંડ નો સળગતો સવાલ । Gujarat First @GujaratFirst @PrabhavJoshi@smartcityrajkot @CP_RajkotCity@GujaratPolice @sanghaviharsh@Bhupendrapbjp @CollectorRjt #RajkotGamezoneFire #Rajkot #Fire #GameZone #MokajiCircle #FireBrigade #EXCLUSIVE #GujaratFirst pic.twitter.com/bMkLUGGwua
— Gujarat First (@GujaratFirst) May 26, 2024
સંચાલકો સાથે કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ફોટા વાઇરલ...
અગ્નિકાંડ મુદ્દે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે અગત્યની માહિતી આવી છે. ટીઆરપી ગેમઝોન (Game zone)ના સંચાલકો (TRP Game Zone Tragedy) સાથે તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિત અન્ય અધિકારીઓની સાંઠગાંઠ સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાલ એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. તત્કાલિન DDO, તત્કાલિન SP, મ્યુનિ. કમિશનર સાથેના ફોટો આવ્યા સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટોમાં લખેલું દેખાય છે કે, તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ (Arun Mahesh Babu) , SP બલરામ મીણા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા (Amit Arora), DCP Zone-1 પ્રણીવ મીણા સહિત અન્ય કેટલાક અધિકારીઓનો ટીઆરપી ગેમઝોન (Game zone)ની મુલાકાત લેવા બદલ આભાર… જો કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ફોટોની પુષ્ટિ કરતું નથી.
ગુજરાત ફર્સ્ટ પર TRP હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો
રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડને લઈને મોટા સમાચાર
ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી મળી બિયરની પેટી
ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા એક્સક્લુઝિવ ઇન્વેસ્ટીગેશન @CMOGuj @sanghaviharsh @PrabhavJoshi @smartcityrajkot @CP_RajkotCity… pic.twitter.com/geVclNUojM— Gujarat First (@GujaratFirst) May 26, 2024
આ 6 શખ્સ સામે નોંધાયો ગુનો...
પ્રાપ્ત અહેવાલ અનુસાર, જે તે સમયે અધિકારીઓએ ગેમઝોન (Game zone)માં મજા માણી હતી અને TRP ગેમઝોન (Game zone)ના સંચાલકો સાથેના તેમના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જણાવી દઈએ કે, આ ગોઝારી ઘટના બાદ સરકાર દ્વારા સઘન તપાસ અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે, પોલીસે આ મામલે ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (Yuvraj Singh Solanki), રાહુલ લલીત રાઠોડ સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા
આ પણ વાંચો : TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા
આ પણ વાંચો : આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા