Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Big Racket : 1.15 કરોડના ઠગાઈ કેસમાં હોંગકોંગ સૌરાષ્ટ્ર કનેકશનનો પર્દાફાશ

Big Racket : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા નવાબ મલિક (Nawab Malik) ના નામનો ઉપયોગ કરી આચરેલી એક છેતરપિંડીના મસમોટા કૌભાંડ (Big Racket) માં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ને મોટી સફળતા મળી છે. અમદાવાદ સ્થિત માઇકા પ્રેસિડેન્ટ (MICA President)...
big racket   1 15 કરોડના ઠગાઈ કેસમાં હોંગકોંગ સૌરાષ્ટ્ર કનેકશનનો પર્દાફાશ

Big Racket : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા નવાબ મલિક (Nawab Malik) ના નામનો ઉપયોગ કરી આચરેલી એક છેતરપિંડીના મસમોટા કૌભાંડ (Big Racket) માં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ને મોટી સફળતા મળી છે. અમદાવાદ સ્થિત માઇકા પ્રેસિડેન્ટ (MICA President) ને ડરાવી-છેતરીને ઠગ ટોળકીએ 1.15 કરોડ રૂપિયા સેરવી લીધા હતા. આ મામલાની તપાસ કરી રહેલી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch) ઠગ ટોળકીમાં સામેલ સ્થાનિક સૂત્રધાર મોઈન ઈંગારીયા સહિત 13 શખ્સોને પકડી પાડ્યા છે. ચીની ઠગ (CHEATERS OF CHINA) વિદેશમાં સ્ટુડીયો બનાવીને લાલચુ ભારતીયોની મદદથી દેશવાસીઓને લૂંટવાનું Big Racket ચલાવી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેવી રીતે ચાલે છે આ Big Racket જાણો તેની સમગ્ર હકિકત...

Advertisement

MICA પ્રેસિડેન્ટ પાસેથી કેવી રીતે પડાવ્યા રૂપિયા?

ગત ૨૦મી માર્ચના રોજ Mudra Institute of Communication and Advertisement ના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ફેડેક્સ કુરીયર કર્મચારી તરીકે આપીને આધાર કાર્ડ અને મોબાઇલ નંબર માંગ્યો હતો. બાદમાં કહ્યું કે, તમારા નામથી તાઇવાન મોકલવા માટે એક પાર્સલ આવેલું છે. જે પાર્સલમાં પાંચ Passport, લેપટોપ અને ૨૦૦ ગ્રામ MD Drugs છે. જે ગંભીર બાબત છે. ત્યારબાદ કોલને મુંબઇ સાયબર સેલમાં ટ્રાન્સફર કરવાનું કહીને Cyber Cell માંથી પ્રકાશ નામના અધિકારીએ વાત કરી હતી. તેણે કહ્યું કે, નવાબ મલિક નામના મંત્રી મની લોન્ડરીંગ અને આતંકી ફંડના ગુનામાં જેલમાં છે. તેમણે ત્રણસોથી ચારસો જેટલા બોગસ બેંક એકાઉન્ટ (Bogus Bank Account) ખોલ્યા છે. જેમાં તમારૂ બેંક એકાઉન્ટ પણ છે. આ કેસમાં અમે અનેકની ધરપકડ કરી છે. જો કે, શૈલેન્દ્ર મહેતા (Shailendra Mehta) ને આ કોલ શંકાસ્પદ લાગતા તેમણે તેમના સેક્રેટરી સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ, પોલીસ અધિકારી તરીકે વાત કરતા વ્યક્તિએ સેક્રેટરીને આ અંગે જાણ કરવાની ના કહી હતી. બાદમાં સ્કાયપે એપ (Skype App) થી કોલ કરીને ધમકી આપી હતી કે, તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે. બીજા દિવસે ફરીથી તેમને સ્કાય પેથી કોલ કરીને સીબીઆઇમાંથી વૉરંટ (CBI Warrant) ઇસ્યુ થયાની જાણ કરી હતી. સાથે કહ્યું કે, તમારા બેંક એકાઉન્ટમાંથી ઘણા વ્યવહાર થયા છે. જે RBI સર્વરમાં દેખાઇ છે. જે જાણવા હોય તો અમે કહીએ તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરજો. બાદમાં નાણાં પરત મળી જશે. જેથી વિશ્વાસ કરીને શૈલેન્દ્રરાજે પંજાબ નેશનલ બેંકના ક્વૉલિટી ફુટ ટ્રેડર્સ અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ (Shivam Charitable Trust) ના બેંક એકાઉન્ટમાં અનુક્રમ 1 કરોડ અને 15 લાખ જમા કરાવ્યા હતા. જો કે, આ નાણાં પરત ન આવતા છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Cyber Crime Branch Ahmedabad) માં ફરિયાદ કરી હતી.

હોંગકોંગ અને સૌરાષ્ટ્ર કનેકશન આવ્યું સામે

Cyber Crime Cell Ahmedabad ની તપાસમાં કરોડો રૂપિયાની ઠગાઈના મસમોટા કૌભાંડ (Big Racket) નો પર્દાફાશ થયો. ચીનના આધિપત્ય હેઠળના હોંગકોંગ (Hong Kong) ખાતે સ્ટુડીયો બનાવીને લાલચુ ભારતીયોની મદદથી ચોક્કસ ભારતીયોને નિશાન બનાવીને ઠગાઈ-લૂંટ ચલાવી રહ્યાં છે. સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડીયા (ACP HardiK Makadia) એ જણાવ્યું હતું કે, ઠગાઈ દ્વારા મેળવાયેલા કરોડો રૂપિયા બોગસ બેંક એકાઉન્ટમાં મેળવ્યા બાદ તે જુદાજુદા બેંક એકાઉન્ટમાં Online ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રણેક બેંક એકાઉન્ટના લેયર બાદ તે રકમ સૌરાષ્ટ્ર (Saurastra) ના રાજકોટ જિલ્લા (Rajkot District) પોરબંદર જિલ્લા (Porbandar District) તેમજ અમદાવાદના કેટલાંક ભાડાના બેંક ખાતામાં આ રકમ Online એકાઉન્ટ ટુ એકાઉન્ટ (Account to Account Transfer) મોકલવામાં આવતી હતી. ભાડાના ખાતાઓમાં આવેલી રકમને ઠગ ટોળકીનો સાગરીત ઉપાડી (Withdrawal) સૂત્રધાર સુધી રોકડ પહોંચાડતો હતો. આ રોકડ રકમ ગુજરાત, ભારત તેમજ દુબઈમાં બેસેલા કેટલાંક હવાલા ઓપરેટર થકી USDT માં તબદીલ કરી ઠગાઈની મોટી રકમ દેશની બહાર મોકલી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, USDT એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) છે જે અમેરિકન ડૉલર (US Dollar) માં જે-તે દેશમાં ફેરવી શકાય છે.

Advertisement

કરોડોની છેતરપિંડીમાં કોણ-કોણ છે સામેલ?

  1. મોઈન અલતાફભાઈ ઈંગારીયા (રહે. દિનાર એપાર્ટ. ધોરાજી, રાજકોટ)
  2. મિહિર રમણીકભાઈ ટોપીયા (રહે. હીરપરા વાડી, ધોરાજી, જિ.રાજકોટ)
  3. પ્રફુલ્લ લવજીભાઈ વાલાણી (રહે. હીરાપરા વાડી, ધોરાજી, જિ.રાજકોટ)
  4. રોહિત જીતુભાઈ વાઘેલા (રહે. રામપરા, ધોરાજી, જિ.રાજકોટ)
  5. રોનક હરેશભાઈ સોજીત્રા (રહે. દેવભૂમિ એપાર્ટ. નાનામાવા રોડ, રાજકોટ)
  6. સાગર રમેશભાઈ ડાભી (રહે. વૃંદાવન સોસાયટી, રાજકોટ)
  7. યોગીરાજ દિવ્યરાજસિંહ જાડેજા (રહે. રત્નપ્રાઈડ સોસાયટી, ઘંટેશ્વર, રાજકોટ)
  8. રવિ બાબુભાઈ સવશેટા (રહે. કૃષ્ણજી સોસાયટી, નાલંદા વિદ્યાલય, રાજકોટ)
  9. કિશા પોલાભાઈ ભારાઈ (રહે. મોબતપરા, તા. કુતીયાણા, પોરબંદર)
  10. મેરુભાઈ બાવનભાઈ કરમટા (રહે. મોબતપરા, તા. કુતીયાણા, પોરબંદર)
  11. અંકિત ભલાભાઈ દેસાઈ (રહે. હરિકૃષ્ણ સોસા. ઈસનપુર, અમદાવાદ)
  12. કિરણ અમથાભાઈ દેસાઈ (રહે. હરિકૃષ્ણ સોસા. ઈસનપુર, અમદાવાદ)
  13. રોહન પ્રહલાદભાઈ લેઉવા (રહે. અતિથિ એવન્યુ, નારોલ, અમદાવાદ)

આ પણ વાંચો - Dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે ?

આ પણ વાંચો - Home Department : કોણે-કોણે નિમણૂકમાં ધાર્યા નિશાન પાર પાડ્યા ?

Advertisement

Tags :
Advertisement

.