Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજીના વડોદર શાખામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કેશીયરે રૂ.71.41 લાખની કરી લૂંટ

જેતપુરના અભિષેકનગરમાં રહેતા અને ધોરાજી જિલ્લા બેન્કના મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ વડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાસ રતિલાલ લાખાણી સામે રૂા 71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં વડોદરની જિલ્લા બેન્કના કેશિયરે 20 જેટલા ખાતાધારકના જુદા જુદા બહાના હેઠળ ચેકમાં સહી કરવાની પોતાની પાસે લઇ લીધા à
ધોરાજીના વડોદર શાખામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કેશીયરે રૂ 71 41 લાખની કરી લૂંટ
જેતપુરના અભિષેકનગરમાં રહેતા અને ધોરાજી જિલ્લા બેન્કના મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ વડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાસ રતિલાલ લાખાણી સામે રૂા 71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં વડોદરની જિલ્લા બેન્કના કેશિયરે 20 જેટલા ખાતાધારકના જુદા જુદા બહાના હેઠળ ચેકમાં સહી કરવાની પોતાની પાસે લઇ લીધા બાદ તેઓ દ્વારા બેન્કમાં નાણા જમા કરાવે ત્યારે સ્લીપમાં સહી - સક્કો લગાવી દેતો પરંતુ બેન્કમાં રકમ જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વડોદર શાખામાં કેશિયર તરીકે કામ કરતો હતો. તેણે ડિસેમ્બર 2021 અને જૂન 2022 વચ્ચે બેંકના ગ્રાહકોના ખાતામાંથી ચાલાકીપૂર્વક રૂ. 71 લાખ ઉપાડી લીધા હતા. જયારે એક ખાતાધારક બ્રાંચમાં પાસબુક અપડેટ કરાવવા આવ્યો ત્યારે તેને જાણ થઇ કે તેના ખતામાંથી ૩ લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. આ અંગે તેણે બેંકની શાખાના મેનેજરને ફોન કરી જાણ કરી કે તેમની જાણ વગર ખાતામાંથી રૂ. 3 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવતા કુલ રૂ. 71 લાખની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું.
ત્યાર બાદ બેંકના અધિકારીઓએ વિકાસ લાખાણી સામે પાટણવાવ પોલીસ સ્ટેશમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ લાખાણીએ ચેક પર ગ્રાહકની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયર કરવા માટે બેંક મેનેજરની પણ નકલી સહી કરી હતી.
પોલીસે નોંધેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકની ફરિયાદ બાદ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ખાતાના વ્યવહારોની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે વિકાસ લાખાણીએ પહેલા CIF માંથી તો ગ્રાહકનો મોબાઈલ નંબર ડિલીટ કરી નાખ્યો હતો, જેથી રૂપિયા ઉપાડવા બદલ ગ્રાહકને SMS એલર્ટ ન મળે. લાખાણીએ ચેક પર ગ્રાહકની નકલી સહી અને બ્રાંચ મેનેજરની નકલી સહી કરીને ચેક ક્લિયર કર્યો હતો. આ ઉપરાંત તે ગ્રાહક પાસેથી ડિપોઝીટના નાણા લઇ પાસબુકમાં એન્ટ્રી કરી આપતો હતો ત્યાર બાદ બેંકના રેકોર્ડમાંથી એન્ટ્રી ડિલીટ કરી નાખતો હતો અને પૈસા પોતાની પાસે રાખી લેતો હતો.
બેન્ક દ્વારા ઓડીટ કરવામાં આવતા વિકાસ લાખાણીએ રૂા.71.43 લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા તેને બેન્કના એકાઉન્ટમાં પુરેપુરી રકમ વ્યાજ સાથે તમામ ખાતેદારને જમા આપી દીધી હતી.બેન્કના નાણા અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી તેની સામે હંગામી ઉપાચત અંગેનો પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ધોરાજી નામદાર કોર્ટનાં જ્જે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
બેન્ક ઓડીટમાં કેશિયરનો ભાંડો ફુટયો વડોદર ગામની જિલ્લા બેન્કના કેશિયરે જુદા જુદા 20 જેટલા ખાતેદારના રૂા .71.43 લાખની રકમની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની પાંચેક માસ પહેલાં ફરિયાદ ઉઠતા વડોદરની જિલ્લા બેન્કના મેનેજર રાજુભાઇ રાવલે ધોરાજી મેઇન શાખાના ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ રાદડીયાને જાણ કરતા બેન્કની વિઝીલન્સના મેનેજર મગનભાઇ કાછડીયા,કે.બી.રામોલીયા અને એમ.એલ.નરોડીયા દ્વારા ઓડીટ તપાસ કરતા કેશિયર વિકાસ લાખાણીએ ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું .
Advertisement
Tags :
Advertisement

.