Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cryptocurrency: Bitcoin71000 ડોલરને પાર,જાણો ઉછાળાનું કારણ

Cryptocurrency : Bitcoin (BTC)સોમવાર રોજ પ્રથમ વખત $71,000ને વટાવી ગયું. સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)ને બે મહિના પહેલા 11 જાન્યુઆરીએ યુએસમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યારથી, તેમાં સતત વધારો જોવા મળ્યો છે.ત્યારે બિટકોઈનની કિંમત લગભગ $46,000 હતી. એટલે કે ત્યારથી...
cryptocurrency  bitcoin71000 ડોલરને પાર જાણો ઉછાળાનું કારણ

Cryptocurrency : Bitcoin (BTC)સોમવાર રોજ પ્રથમ વખત $71,000ને વટાવી ગયું. સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)ને બે મહિના પહેલા 11 જાન્યુઆરીએ યુએસમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યારથી, તેમાં સતત વધારો જોવા મળ્યો છે.ત્યારે બિટકોઈનની કિંમત લગભગ $46,000 હતી. એટલે કે ત્યારથી બિટકોઈનની કિંમતમાં 54%નો વધારો થયો છે. બિટકોઈનના ઉછાળાની અસર સમગ્ર ક્રિપ્ટો માર્કેટ પર દેખાઈ રહી છે. બીજા નંબરનું સૌથી મોટું ક્રિપ્ટો ઇથેરિયમ (ETH) પણ $4,000ને વટાવી ગયું છે..

Advertisement

Advertisement

છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) માર્કેટ કેપ 7.9% વધીને લગભગ $2.61 ટ્રિલિયન થઈ ગયું છે. અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ નોંધપાત્ર લાભ જોવા મળ્યો હતો. BNB (5.1%),સોલાના (3.5%), XRP (5.7%), Dogecoin (8.6%), Toncoin (5%), Shiba Inu (6.8%), Avalanche (14%), અને Cardano (7.8%).

Advertisement

બિટકોઈન વધવાના 4 કારણો

  1. Spot Bitcoin ETFની રજૂઆત પછી ક્રિપ્ટો માટે સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું છે
  2. બિટકોઈન હાલ્વિંગ ઈવેન્ટ એપ્રિલ 2024માં થઈ શકે છે. તેનાથી બિટકોઈન સપ્લાયમાં ઘટાડો થશે
  3. રોકાણકારો માને છે કે અર્થવ્યવસ્થા સ્થિર થયા પછી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે
  4. યુ.એસ.માં બેંકિંગ ક્ષેત્રની સમસ્યાઓએ વિકેન્દ્રિત ફાઇનાન્સની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું

ક્રિપ્ટોનું ભવિષ્ય સ્પષ્ટ નથી, રોકાણમાં સાવચેતી જરૂરી છે

બિટકોઈન સહિત અન્ય ઘણી ક્રિપ્ટોકરન્સી વધી રહી છે, પરંતુ તેનું ભવિષ્ય હજુ અસ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, રિટેલ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરીને વર્તમાન પરિસ્થિતિનો લાભ મેળવી શકે છે, પરંતુ તેઓએ સાવચેત રહેવાની પણ જરૂર છે.

Bitcoin અને Ethereum બ્લોકચેન પર કામ કરે છે

Bitcoin અને Ethereum બંને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વિશ્વની પ્રથમ ક્રિપ્ટો કરન્સી બિટકોઈન છે. તે 2009માં એક અનામી ડેવલપર સાતોશી નાકામોટો દ્વારા પીઅર-ટુ-પીઅર કેશ સિસ્ટમ માટે રજૂ કરવામાં આવ્યું હતું.Ethereum તેના લોન્ચના 6 વર્ષ પછી એટલે કે 2015માં આવ્યું. તેના સ્થાપક વિટાલિક બ્યુટેરિન છે. જેમાં બિટકોઈનની ખામીઓ દૂર કરવામાં આવી હતી.

આ પણ  વાંચો - Stock Market : ભારતીય શેરબજારમાં મિશ્રપ્રતિસાદ, નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ

આ પણ  વાંચો - GOLD PRICE HIKE : સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ભવિષ્યમાં હજુ પણ ભાવ વધવાની સંભાવના

આ પણ  વાંચો - EPFO એ બદલ્યા નિયમો, હવે PF ખાતાધારકના મૃત્યુ પર નોમિનીને સરળતાથી મળશે પૈસા!

Tags :
Advertisement

.