Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

Gujarat First EXCLUSIVE : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ (Amit Shah) આજે સવારથી સાંજ દરમિયાન ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉ યોજી રહ્યા છે. સાણંદ (Sanand)...
gujarat first exclusive   ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ  જાણો ચૂંટણી  કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું

Gujarat First EXCLUSIVE : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ (Amit Shah) આજે સવારથી સાંજ દરમિયાન ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉ યોજી રહ્યા છે. સાણંદ (Sanand) અને કલોલ (Kalol) બાદ હવે અમિત શાહ ઘાટલોડિયા અને સાબરમતી મતવિસ્તારમાં મેગા રોડ શૉ યોજી રહ્યા છે. ત્યારે આ વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે Gujarat First સાથે Exclusive સંવાદ કર્યો હતો.

Advertisement

દેશમાં 'અબકી બાર 400 પાર' નો માહોલ છે : અમિત શાહ

સાબરમતી મતવિસ્તારમાં રોડ શૉ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે Gujarat First સાથે Exclusive વાતચીત કરી હતી. અમિત શાહે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ વિવેકકુમાર ભટ્ટ (Vivekkumar Bhatt) સાથે સીધો સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે, આખા દેશમાં 'અબકી બાર 400 પાર' નો માહોલ છે. ગાંધીનગર (Gandhinagar) લોકસભામાં વિસ્તારમાં વિકાસ કાર્યોને લઈ પૂછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. લોકોની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી એક આદર્શ લોકસભા વિસ્તાર બનાવવાનો પ્રયાસ છે.

Advertisement

'નરેન્દ્રભાઈ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે'

કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશની નહીં પણ પોતાની ગરીબી જરૂરથી હટાવી. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 80 કરોડ પૈકી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. મોદી સરકાર (Modi government) હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકોને ઘર, ગેસ, વીજળી, શૌચાલય, અનાજ અને દવાઓ મફતમાં આપવાનું કામ કર્યું છે. દેશભરમાં ચૂંટણી માહોલ અંગે અમિત શાહે જણાવ્યું કે, દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય બાજુ નરેન્દ્રભાઇના સમર્થનમાં દેશની જનતા ચટ્ટાનની જેમ ઊભી છે અને આ નિશ્ચિત છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમિત શાહે વિશાળ જનમેદનીમાં હાજર કાર્યકર્તાઓને સંદેશ આપતા કહ્યું કે, હું આજે પણ ભાજપનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીમાં (BJP) યોગ્યતા અને મહેનતથી એક નાનો કાર્યકર્તા પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

આ પણ વાંચો - Sanand Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

Tags :
Advertisement

.