Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખરેખર એ ક્ષણો ગર્વથી માથુ ઉંચુ કરી દેનારી હતી,જ્યારે યૂએસની પાર્લામેન્ટમાં લાગ્યા ભારત માતા કી જયના નારા

ગુજરાત ફર્સ્ટની ટીમ વ્હાઇટ હાઉસની અંદર પહોંચી તે ક્ષણ જ સૌથી ગૌરવભરી ક્ષણ હતી. ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ છે, જેણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાની પળેપળની ખબર અમેરિકાથી લાઇવ આપના સુધી પહોંચાડી છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટે...
ખરેખર એ ક્ષણો ગર્વથી માથુ ઉંચુ કરી દેનારી હતી જ્યારે યૂએસની પાર્લામેન્ટમાં લાગ્યા ભારત માતા કી જયના નારા

ગુજરાત ફર્સ્ટની ટીમ વ્હાઇટ હાઉસની અંદર પહોંચી તે ક્ષણ જ સૌથી ગૌરવભરી ક્ષણ હતી.

Advertisement

ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ છે, જેણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાની પળેપળની ખબર અમેરિકાથી લાઇવ આપના સુધી પહોંચાડી છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટે વ્હાઇટ હાઉસમાં તેઓ જેના સાક્ષી બન્યા તે એક-એક પળને યાદ કરતા કહ્યું કે એ પળો ખરેખર ગૌરવનો અનુભવ કરાવનારી હતી. તેમણે કહ્યું કે ત્યાં રીઝર્વ ફોર મીડિયાની જે સીટ્સ હતી, તેમાંથી એક સીટ ગુજરાત ફર્સ્ટની પણ હતી, આ બાબત વધારે ગૌરવનો અનુભવ કરાવનારી હતી.

Advertisement

યૂએસની પાર્લામેન્ટમાં ભારત માતા કી જયના નારા લાગે પછી પૂછવુ જ શું

પોતાનો અનુભવ શેયર કરતા તેમણે કહ્યું કે આખ્ખી પાર્લામેન્ટ ખીચોખીચ ભરેલી હતી, તમામ સેનેટર્સ અને તમામ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ત્યાં હાજર હતા.. દર્શક દીર્ઘામાં અમેરિકાના અલગ-અલગ સ્ટેટમાંથી ઘણા બધા લોકો આવ્યા હતા.. આ પાર્લામેન્ટમાં જેવી પ્રધાનમંત્રી મોદીએ એન્ટ્રી કરી કે મોદી-મોદી અને ભારત માતાકી જય તેમજ વંદે માતરમના નારા પાર્લામેન્ટમાં ગુંજવા લાગ્યા. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટ આ પળોની વાત કરતા કહે છે કે યૂએસની પાર્લામેન્ટમાં જ્યારે ભારત માતાકી જય અને વંદે માતરમના નારા લાગતા હોય ત્યારે એક ભારતીય તરીકે કેટલો ગર્વ થાય તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. તેમણે આ પળોની વાત કરતા કહ્યું કે તેઓ એ વાતનો ગૌરવ અનુભવ કરતા હતા કે તેઓ એ દેશના નાગરિક છે જેનો જયકાર અમેરિકાની સંસદમાં થઇ રહ્યો છે. આ માટેનો શ્રેય ભારતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે..

Advertisement

વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવવા તેમના ઓટોગ્રાફ લેવા યૂએસ પાર્લામેન્ટમાં પડાપડી

યૂએસ કોંગ્રેસના પોતાના અનુભવ અંગે વાત કરતા તેમણે કહ્યુંકે જેવુ વડાપ્રધાન મોદીનું નામ એનાઉન્સ થયું, દરવાજા ખુલ્યા અને વિશેષ ડેલિગેશન તેમને અંદર લઇને આવ્યું ત્યારે તેમને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું.. તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓ અંદર પ્રવેશ્યા.. તેઓ જેમ જેમ એક એક કદમ આગળ વધતા જતા હતા બધા સાંસદો અને સેનેટર્સ તેમની સાથે હાથ મિલાવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. જ્યારે તેમનું અભિભાષણ શરુ થયુ ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ત્યાં ઉભા હતા અને બધા મુખ્ય સેનેટર્સ પણ ત્યાં ઉભા હતા. પ્રધાનમંત્રી મોદીએ દેશનું જે માન વધાર્યુ છે તેનો શબ્દોમાં ઉલ્લેખ થઇ શકે તેમ નથી.. વિવેકકુમાર ભટ્ટે વ્હાઇટ હાઉસની અંદરના દ્રશ્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે કોવિડની વાત આવી અને ભારતે જે રીતે વસુધેવ કુટુંમ્બકમની ભાવનાથી વિશ્વના દેશોને વેક્સિન પહોંચાડી તેનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યુ હતું.જ્યારે વડાપ્રધાન મોદીએ ટેરરીઝમને કોઇપણ સંજોગોમાં ચલાવી ન લેવાની વાત કરી અને કહ્યું કે જે લોકો માનવતાની વિરુદ્ધ છે તેમને તેમની જ ભાષામાં જવાબ મળશે ત્યારે યૂએસનું પાર્લામેન્ટ હાઉસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ હતું.

વડાપ્રધાન મોદીને તેમના અભિભાષણ દરમ્યાન અનેક વખત સ્ટેન્ડીંગ ઓવેશન

પ્રધાનમંત્રી મોદીએ તેમના અભિભાષણમાં ભારતના વિશાળ રેલ નેટવર્કની પણ વાત કરી હતી , તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની જેટલી વસ્તી છે તેટલા લોકો તો ભારતમાં રોજ રેલવેમાં મુસાફરી કરતા હોય છે, તેમણે કહ્યું કે આટવી વિશાળ સંખ્યામાં લોકોને બધી સુવિધાઓ પુરી પાડવી કંઇ નાની વાત નથી, આ પુરી પાડવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાયુ છે તેની વાત વડાપ્રધાન મોદીએ પોતાની સ્પીચમાં કરી અને લોકોએ તેમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

ભારતની ટેક્નોલોજીની યૂએસમાં પ્રશંસા

ટેકનોલોજીની વાત કરતા વિવેકકુમાર ભટ્ટે કહ્યુ કે ભારતની ટેક્નોલોજીના વખાણ પણ ત્યાં થયા છે...ભારતમાં નાનામાં નાનો વ્યક્તિ લારી ગલ્લાવાળો વ્યક્તિ પણ યૂપીઆઇથી પેમેન્ટ સ્વીકારે છે, અને ડિઝિટલ પેમેન્ટ કરે છે. આવું તો અમેરિકામાં પણ નથી.. ત્યાં આજે પણ મોટાભાગના લોકો કાર્ડથી જ પેમેન્ટ કરે છે, મોબાઇલથી પેમેન્ટ કરી દેવાનું ચલણ હજુ સુધી અમેરિકામાં પણ એટલુ બધુ જોવા નથી મળતું , મોબાઇલથી પેમેન્ટ કરવાની સુવિધા અમેરિકામાં બહુ ઓછી જગ્યાઓ પર છે અને જ્યાં પણ તે છે તે ચાર્જેબલ છે.

દિવસ-રાતની સખત મહેનત થકી જનતા સુધી પહોંચાડ્યુ પળે-પળનું કવરેજ

અમેરિકામાં વડાપ્રધાન મોદીની યાત્રાનું પળેપળનું કવરેજ કરનાર ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટે આ રિપોર્ટીંગનો પોતાનો વ્યકિતગત અનુભવ પણ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે શેયર કર્યો હતો.. જેની વાત કરતા તેમણે કહ્યું કે તેઓ સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે ત્યાંથી મીડિયા સેન્ટર પહોંચે છે, અને ત્યાંતી સમગ્ર ડેલિગેશન જ્યાં પણ જવાનું હોય ત્યાં જવા રવાના થાય છે.. લગભગ અઢી કલાકની સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેમને વિશેષ બેઝ મળે છે.. જે અંદર પ્રવેશ કરવા માટે જરૂરી હોય છે.. તેમણે કહ્યું કે હોટલ પર પાછા ફરતા રાત્રીના બાર વાગી જતા હોય છે.અને માંડ ત્રણ-ચાર કલાકની ઉંઘ મળતી હોય છે .જો કે તેમણે આ માટે સૌથી પહેલો શ્રેય ગુજરાત ફર્સ્ટની એ ટીમને આપ્યો હતો જે અમદાવાદની ઓફિસ પર દિવસ-રાત કાર્યરત રહી તેમના દ્વારા કરવામાં આવી રહેલા પીએમ મોદીના પ્રવાસના કવરેજને જનતા સુધી પહોંચાડી રહી છે.

K

Tags :
Advertisement

.