Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બાઇડને પુતિનને ગણાવ્યા તાનાશાહ, કહ્યુ- યુક્રેનને નબળું સમજી ભૂલ કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયન સેના રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ કડીમાં, રશિયાએ કીવમાં ટીવી ટાવર પર હવાઈ હુમલો કર્યો છે. હુમલા બાદ યુક્રેનની ટીવી ચેનલોએ પ્રસારણ બંધ કરી દીધું હતું.બાઇડેને ઘણા મુદ્દાઓ પર વિસ્તૃત રીતે વાત કરીરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં ર
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બાઇડને પુતિનને ગણાવ્યા તાનાશાહ  કહ્યુ  યુક્રેનને નબળું સમજી ભૂલ કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયન સેના રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ કડીમાં, રશિયાએ કીવમાં ટીવી ટાવર પર હવાઈ હુમલો કર્યો છે. હુમલા બાદ યુક્રેનની ટીવી ચેનલોએ પ્રસારણ બંધ કરી દીધું હતું.

Advertisement

બાઇડેને ઘણા મુદ્દાઓ પર વિસ્તૃત રીતે વાત કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું છે. એક તરફ તેમણે પુતિન પર રશિયન અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ તેમણે યુક્રેન વિરુદ્ધ તેમની સૈન્ય કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવાથી લઈને યુક્રેનને મદદ કરવાની ઘોષણાઓ સુધી, રાષ્ટ્રપતિ બાઇડેને ઘણા મુદ્દાઓ પર વિસ્તૃત રીતે વાત કરી છે. 
પુતિન સમજે છે કે યુક્રેન નબળું છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તાજેતરની સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ બુધવારે અમેરિકી સંસદમાં કહ્યું કે, અમેરિકા રશિયા માટે તેની એરસ્પેસ બંધ કરે છે. સંસદમાં તેમના સંબોધનમાં, બાઇડેને કહ્યું કે પુતિન સમજે છે કે યુક્રેન નબળું છે. તે યુરોપને વિભાજિત કરશે, પરંતુ અમે યુક્રેન સાથે ઊભા છીએ. અમે રશિયાને મનસ્વી રીતે કંઈપણ થવા નહીં દઈએ. આપણે બધા એક છીએ. 
રશિયાને મનસ્વી રીતે કામ
જો બઇડેને કહ્યું કે, તેઓ (રશિયા)ને ખબર નથી કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. રશિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. બાઇડેને કહ્યું કે, અમેરિકનો યુક્રેનમાં રશિયન દળો સાથે લડશે નહીં, પરંતુ રશિયાને મનસ્વી રીતે કામ કરવા દેશે નહીં. સમગ્ર યુરોપિયન યુનિયન એક છે. તેમણે કહ્યું કે, અમે યુક્રેનની એક ઈંચ જમીનની પણ રક્ષા કરીશું.
જ્યારે તાનાશાહને સજા નથી મળતી ત્યારે તેઓ વધુ અરાજકતા ફેલાવે છે
બાઇડેને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેન માટે 100 મિલિયન ડોલરની સહાયની પણ જાહેરાત કરી છે. બાઇડેને કહ્યું કે, અમે ઈતિહાસ જોયો છે કે જ્યારે તાનાશાહને સજા નથી મળતી ત્યારે તેઓ વધુ અરાજકતા ફેલાવે છે અને તેની કિંમત અન્ય દેશોએ ઉઠાવી છે.
યુક્રેન પૂરી હિંમત સાથે લડી રહ્યું છે
બાઇડેને કહ્યું કે, રશિયાએ કોઈપણ ઉશ્કેરણી વિના યુક્રેન પર હુમલો કર્યો છે. પુતિન યુદ્ધના ક્ષેત્રમાં આગળ હોઈ શકે છે, પરંતુ તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે, યુક્રેન પૂરી હિંમત સાથે લડી રહ્યું છે. અમે યુક્રેનને સૈન્ય, આર્થિક અને માનવતાવાદી સહાય આપી રહ્યા છીએ.
જુઓ વિગતવાર...
Tags :
Advertisement

.