Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

Amit Shah interacted with students: સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી શૈક્ષણિક વાર્તાલાપ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
Advertisement
  1. આદિવાસી સમાજનો ઉત્થાન અને સશક્તીકરણ મોદી સરકારની પ્રાથમિકતાઃ અમિત શાહ
  2. રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણઃ અમિત શાહ
  3. મોદી સરકારે એક દાયકામાં 2 નવી આદિવાસી યુનિવર્સિટીઓ ખોલીઃ અમિત શાહ

Amit Shah interacted with students: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી શૈક્ષણિક વાર્તાલાપ કર્યો હતો. આ ખાસ કાર્યક્રમ પ્રેરણાદાયક હતો અને આ વિદ્યાર્થીઓ માટે તેમના અનુભવો શેર કરવાની એક અનોખી તક હતી. આ પહેલ કેન્દ્રીય ગૃહમંત્રીની યુવાનો સાથે સીધો સંપર્ક કરવા અને તેમને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ અને આદિવાસી સમાજના આ બધા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થયો એટલું જ નહીં, પરંતુ આ દ્વારા તેમને દેશના ગૃહ મંત્રી સાથે ખુલીને વાત કરવાની તક પણ મળી.

Advertisement

મોદી સરકારે એક દાયકામાં 2 નવી આદિવાસી યુનિવર્સિટીઓ ખોલી

આ પ્રસંગે અમિત શાહે શિક્ષણ, યુવા સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા પર ઊંડા વિચારો વ્યક્ત કર્યા. આ સંવાદનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને શિક્ષણ અને કારકિર્દી સંબંધિત તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતાં, ગૃહમંત્રીએ સખત મહેનત, સમર્પણ અને નિશ્ચયના મહત્વ પર ભાર મૂક્યો.

Advertisement

આદિવાસી સમાજનો ઉત્થાન અને સશક્તીકરણ અમારી પ્રાથમિકતાઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી હોય કે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની વાત હોય, આ નિર્ણયોએ આદિવાસી સમાજના ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજનો ઉત્થાન અને સશક્તીકરણ અમારી પ્રાથમિકતા છે અને આઝાદી પછી, આદિવાસી સમાજને સાચું સન્માન આપવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે.

આ પણ વાંચો: Chhota Udepur : 'ગેર મેળા' માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું આયોજન

વિદ્યાર્થીઓ દેશની પ્રગતિનો પાયો છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી

અમિત શાહે કહ્યું કે, વિદ્યાર્થીઓ દેશની પ્રગતિનો પાયો છે અને તેમની મહેનત અને સમર્પણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર અને સિવિલ સર્વન્ટ જેવી કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું કે, જો તમે દેશના વિકાસને તમારું લક્ષ્ય બનાવશો, તો તમારો વ્યક્તિગત વિકાસ સ્વાભાવિક રીતે સુનિશ્ચિત થશે અને તેથી, તમારો મૂળ ઉદ્દેશ્ય દેશના વિકાસ માટે કામ કરવાનો હોવો જોઈએ.

મોદી સરકારે માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ પૂરો પાડ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર 50% થી વધુ ST વસ્તી અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી વ્યક્તિઓ ધરાવતા દરેક બ્લોકમાં એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ સ્થાપીને આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી રહી છે. તેમણે કહ્યું કે મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભાષા અવરોધ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ પૂરો પાડ્યો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે કહ્યું કે, આ નિર્ણયોથી આદિવાસી વિદ્યાર્થીઓમાં નવી આશા જાગી છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા પછીના છ દાયકામાં દેશમાં માત્ર એક જ કેન્દ્રીય આદિવાસી યુનિવર્સિટી હતી. જ્યારે છેલ્લા દાયકામાં મોદી સરકાર હેઠળ બે નવી આદિવાસી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસા, ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન

રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણઃ અમિત શાહ

વિદ્યાર્થીઓએ ગૃહ મંત્રી સાથે શિક્ષણ અને કારકિર્દી અંગેના પોતાના વિચારો શેર કર્યા. અમિત શાહે વિદ્યાર્થીઓને દેશની પ્રગતિમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે સૂચનો આપ્યા. કાર્યક્રમના અંતે, ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને સખત મહેનત અને પ્રામાણિકતા સાથે તેમના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમની સફળતા જ ભારતને અગ્રણી બનાવવામાં મદદ કરશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×