Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biparjoy : તો શું પાંચ દિવસ દ્વારકાધીશ મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધ્વજા ?

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત 'બિપોરજોય' અતિપ્રચંડ બની રહ્યું છે. હવે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે. ત્યારે આશંકા છે કે આ વાવાઝોડું દ્વારકામાં ટકરાઈ શકે છે, જેના કારણે અતિવૃષ્ટિની અને ભારે ખાનાખરાબીની પણ આશંકા સેવાઈ રહી છે. વાવાઝોડાનો સામનો...
cyclone biparjoy   તો શું પાંચ દિવસ દ્વારકાધીશ મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધ્વજા

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત 'બિપોરજોય' અતિપ્રચંડ બની રહ્યું છે. હવે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે. ત્યારે આશંકા છે કે આ વાવાઝોડું દ્વારકામાં ટકરાઈ શકે છે, જેના કારણે અતિવૃષ્ટિની અને ભારે ખાનાખરાબીની પણ આશંકા સેવાઈ રહી છે. વાવાઝોડાનો સામનો કરવા માટે તંત્ર પણ સજ્જ છે. આ દરમિયાન જગત મંદિરના શિખર ઉપર અબોટી બ્રાહ્મણો દ્વારા ધ્વજા આરોહણ નહીં કરવામાં આવી.

Advertisement

સામાન્ય રીતે દિવસમાં 5 વાર દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજા આરોહણ કરવામાં આવે છે, અત્યાર સુધી એકપણ દિવસ એવો નથી રહ્યો કે ધ્વજા ન ચઢી હોય, પરંતુ મંગળવારે એટલે કે 13 જૂને ઇતિહાસમાં પહેલીવાર એક પણ ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું ન હતું. આ 5 ધ્વજા દ્વારકાધીશના ચરણમાં જ ધરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે મોડી રાતથી જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. તો 16 તારીખ સુધી જાહેરનામું લાગુ રહેશે.

Advertisement

દ્વારકા મંદિરના પૂજારીનું કહેવું છે કે, 'બિપોરજોય વાવાઝોડાની આશંકા વચ્ચે ઇતિહાસમાં પહેલીવાર આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધ્વજા ચઢાવવામાં નહીં આવે. આ ધ્વજા કાળિયા ઠાકોરનાં ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઇતિહાસમાં પહેલીવાર સળંગ 5 દિવસ સુધી ધ્વજા ચઢાવવામાં નહીં આવે.'

Advertisement

અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કર્યો છે. તો સાથે જ દ્વારકા મંદિરમાં ધ્વજા નહીં ચડાવી શકાય. માત્ર દ્વારકાધીશને ધ્વજાને પ્રસાદના રૂપે ધરવામાં આવશે. ભારે પવન અને વરસાદને કારણે ધ્વજા ચઢાવવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

અત્યારે આ તોફાની વાતાવરણ અને જોરથી ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે સલામતી માટે ધ્વજાને ધ્વજ દંડની જગ્યાએ નીચે ધ્વજ સ્તંભ ઉપર ચડાવવામાં આવે છે. આવા સમયે કેટલાક લોકો તેને 'અડધી કાઠી'એ કહે છે, પરંતુ આ શબ્દ ભગવાન માટે યોગ્ય નથી. 'અડધી કાઠી' છે તે શોક માટેનું પ્રતીક છે. જ્યારે આ ધ્વજા નીચે ચડાવી તે ભગવાનને આજીજી, વિનંતી માટે ચડાવાતી હોય છે.

ધર્મપુરાણ અનુસારના અંકો સાથે જોડાયેલા 52 ગજના ગણિતના ઇતિહાસને સમજાવતાં તેમણે ઉમેર્યું હતું કે જૂના સમયમાં રાજાઓ શક્તિનું પ્રદર્શન પોતાના ધ્વજનાં કદ અને ચિહ્ન દ્વારા કરતા હતા. વિશ્વનાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે. ગજ એ માપદંડ છે અને બાવન ગજ એટલે આશરે 41 મીટર કપડું થાય, જેની ધ્વજા અહીં લાગે છે. કેટલાક લોકોનું માનવું છે કે, દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. તે સમયે પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવાતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ બલરામ અને ઋતુ અને પ્રદ્યુમન આચાર ભગવાનના મંદિર હજુ પણ બનેલા છે, જ્યારે અન્ય પ્રકારના યાદવના પ્રતીક સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવનગજની ઘ્વજા ફરકાવવામાં આવે છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy : દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા મંદિરમાં દરિયાના પાણી ધૂસ્યા

Tags :
Advertisement

.