ChhotaUdepur : નેશનલ હાઈવે પર આવેલા સાઇન બોર્ડમાં છબરડા, ગુજરાત ફર્સ્ટે કર્યો રિયાલિટી ચેક
ChhotaUdepur : છોટાઉદેપુરથી અલીરાજપુરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 ઉપર લગાવવામાં આવેલા સાઈન બોર્ડ ઉપર દર્શાવેલા કિલોમીટર અંતર અને વાસ્તવિક અંતરમાં અનેક વિસંગતતા હોવાની ફરિયાદ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર (ChhotaUdepur) ની ટીમને મળી આવી હતી. જે બાદ છોટાઉદેપુરથી ફેરકુવા સુધીનો 30 km જેટલો પ્રવાસ ખેડી વાસ્તવિકતા જાણવા અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા 30 km ના પ્રવાસમાં અનેક સાઇન બોર્ડ ચકાસવામાં આવ્યા હતા. અને અનેક સ્થાનિકો અને વાહન ચાલકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તંત્રની કથિત બેદરકારીના કિસ્સા સામે આવ્યા હતા. અને લોકો પણ આવા દર્શાવેલા કિલોમીટરના દીશા સૂચક બોર્ડને લઈ તંત્રની કાર્ય કુશળતા સામે સવાલો ઉભા કરી રહ્યા હતા.
છોટાઉદેપુર મુખ્ય મથકથી અલીરાજપુરનો અંતર 48 કિલોમીટર દર્શાવવામાં આવેલ છે, અને જેને જ આધાર માનીને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા છોટાઉદેપુર (ChhotaUdepur) થી ફેરકુવા સુધી તંત્ર દ્વારા મૂકવામાં આવેલા સાઈન બોર્ડ ચકાસવાનું પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ બોર્ડ કે જે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક કલેકટરાલય વિસ્તારમાં લગાવવામાં આવેલ છે, જ્યાં અલીરાજપુરને 48 કીલો મીટર દર્શાવવામાં આવેલ છે, જેને આધર માનીને આગળ વધતા 3થી 4 કિલોમીટર બાદ આવતા રૂનવાડ ગામે મૂકવામાં આવેલ સાઈન બોર્ડ ઉપર અલીરાજપુરને 32 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે. આથી આગળ વધી ધમોડી ગામ પાસેના માઈલ કિલોમીટર સ્ટોન ઉપર અલીરાજપુરને 33 કિલોમીટર દર્શાવવામાં આવેલ છે. આ સાથે ચીસાડીયા ગામ પાસે પહોંચતા ત્યાંના સાઈન બોર્ડ જોતા તેના ઉપર ફેરકુવા 10 અને અલીરાજપુર 12 કિલોમીટર દર્શાવવામાં આવેલ હતું. જ્યારે વાસ્તવમાં ફેરકુવા અલીરાજપુરથી 15 થી 16 કિલોમીટરના અંતરે આવેલ છે. ત્યારે સાઈન બોર્ડ પ્રમાણે ફેરકુવાથી માત્ર 2 કિલોમીટરનો અંતરે અલીરાજપુર આવેલું હોય તેમ સૂચવતું હતું.
આમ લગભગ 30 km ના અંતરમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવતા તંત્ર દ્વારા મૂકવામાં આવેલ સાઈનબોર્ડમાં દર્શાવેલ કીલો મીટરના આંકડા તેમજ વાસ્તવિક આંકડાઓમાં મસ મોટો તફાવત જોવા મળી આવ્યુ હતું. જે તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાય રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા એવા છેવાડાના જિલ્લા છોટાઉદેપુર (ChhotaUdepur) માંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે બે રાજ્યોની સરહદોને જોડે છે, આ માર્ગ ઉપરથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા પ્રવાસીઓ, કમર્શિયલ વિહિલ્ક અને રાહદારીઓને ગેરમાર્ગે દોરનારા આવા માઈલ સ્ટોન અને સાઇન બોર્ડ ને લઈ લોકોને મદદરૂપ થવા ને બદલે ગુમરાહ કરનાર સાબીત થઇ રહ્યા છે. ત્યારે એવું કેહવુ કંઈ ખોટું નથી કે 21મી સદીમાં અહીંના લોકો એક વસમી સદીમાં જીવી રહ્યાં છે.
અહેવાલ - તૌફિક શેખ
આ પણ વાંચો - Gondal : પુલ પરથી બાઈક 40 ફૂટ નીચે પટકાતા 2 કૌટુંબિક ભાઈઓના મોત
આ પણ વાંચો - OPARETION અસુર : ધંધા હૈ પર ‘ગંદા’ હૈ!, ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ