અહીંયા ખેલાય છે પથ્થર થી પૈસા કમાવવાનો ખેલ !, આવી રીતે ચાલે છે કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવાનો ખેલ
વડોદરા કોર્પોરેશનમાં (VMC) જૂના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવાનું મસ મોટુ કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. ફૂટપાથ પર સારી કન્ડીશનના બ્લોક કાઢી નવા નાખવામાં આવતા હજારો ટન બ્લોક બિનઉપયોગી બની હાલ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેટરોના માનીતા કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કેવી રીતે ચાલી રહ્યો છે.ભ્રષ્ટાચારના રોજ નવા ખેલવડોદરા મહાનગર પાલિકા એટલે ભ્રષ્ટાચાર કરવા માટેનું મોકળું મેદાન, આ મેદાનàª
વડોદરા કોર્પોરેશનમાં (VMC) જૂના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવાનું મસ મોટુ કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. ફૂટપાથ પર સારી કન્ડીશનના બ્લોક કાઢી નવા નાખવામાં આવતા હજારો ટન બ્લોક બિનઉપયોગી બની હાલ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેટરોના માનીતા કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કેવી રીતે ચાલી રહ્યો છે.
ભ્રષ્ટાચારના રોજ નવા ખેલ
વડોદરા મહાનગર પાલિકા એટલે ભ્રષ્ટાચાર કરવા માટેનું મોકળું મેદાન, આ મેદાનમાં ભ્રષ્ટાચારના રોજ નવા ખેલ ખેલાય છે ત્યારે અહી ચાલતો પેવર બ્લોક ના કામમાં કટકીનો ખેલ કેમેરા સામે ખુલ્લો પડી ગયો છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના શણગાર અને વિકાસના નામે ઠેરઠેર નવા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સારી કન્ડીશનમાં એટલે કે ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા પેવર બ્લોકનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ફૂટપાથ પર સારી કન્ડીશનના બ્લોક કાઢી નવા નાખવામાં આવતા હજારો ટન બ્લોક હાલ ધૂળ ખાઈ રહ્યા છે.
આક્ષેપ
સામાજિક કાર્યકરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોર્પોરેટરો ના માનીતા કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવા જૂના નવા નો ખેલ વડોદરા પાલિકામાં ખેલાઈ રહ્યો છે.પાલિકા એ ઇ વેસ્ટ ના નિકાલની જોગવાઈ કરી પરંતુ કોંક્રિટ વેસ્ટના નિકાલની કોઈક વ્યવસ્થા નથી. સત્તાધીશો દ્વારા જૂના બ્લોક નો રિયુઝ કરવાની ફક્ત વાતો કરવામાં આવી હતી. પાલિકાના પાપે હજારો ટન પેવર બ્લોકનો જથ્થો ડેબરિશ બન્યો.
માનીતા કોન્ટ્રાક્ટરને કામ સોંપાય છે
શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હાલ જૂના બ્લોક કાઢી નવા નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા દર વર્ષે 20 થી 25 કરોડ ઉપરાંતનું પેવર બ્લોકનું કામ હાથ પર લેવામાં આવે છે. સત્તાધીશો દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી પોતાના માનીતા કોન્ટ્રાકટર પાસેથી કરાવવામાં આવે છે. આખી પ્રક્રિયામાં કયા વોર્ડ માં કેટલો ખર્ચ થયો એનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે.કારણ કે વડોદરા પાલિકામાં જૂના પેવર બ્લોકના નિકાલ માટે કોઈ ધારાધોરણ જ નથી.
મટીરીયલમાં પણ ભ્રષ્ટાચાર
સત્તાધીશોની મહેરબાનીથી કોન્ટ્રાકટર દ્વારા બ્લોક લગાવવા માટે વપરાતા મટીરીયલમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. પાલિકા દ્વારા ખરાબ થયેલા બ્લોકને રિપેર કરવાના બદલે આખેઆખા બ્લોક બદલી કટકી મરાય છે. હાલ બિન ઉપયોગી બનેલા પેવર બ્લોકનો પુનઃ વપરાશ થઈ શકે,વેચાણથી પણ આપી શકાય છતાં પાલિકા દ્વારા એમ કરાતું નથી,પેવર બ્લોકની હરાજી કરી વર્ષે આશરે એક કરોડની આવક ઊભી કરવા સૂચન આપવામાં આવ્યું છે.
કાર્યવાહીની હૈયાધારણાં
વડોદરા પાલિકાના પેવર બ્લોક કોભાંડની ચર્ચાએ જોર પકડતાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જૂના નીકળેલા પેવર બ્લોક નો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોરના માધ્યમથી પેવર બ્લોકનો હિસાબ કિતાબ પણ રાખવામાં આવે છે. જો ક્યાંક ગેરરીતિ થતી હશે તો કાર્યવાહી કરીશું,સમગ્ર મામલે વિપક્ષે ભ્રષ્ટાચાર ના આરોપો લગાવતા સ્થાયી અધ્યક્ષે વધુ માં જણાવ્યું હતું કે,વિપક્ષ ના તમામ આરોપ પાયા વિહોણા છે,વિપક્ષ ફક્ત વાતો અને આક્ષેપ કરે છે.
આ પણ વાંચો - વડોદરામાં BMW કાર બની યમદૂત, મહિલાનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement