Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Union Budget 2024 : બજેટથી મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ સહિત દરેક વર્ગને અપેક્ષાઓ

Union Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે મંગળવારે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi government) ના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ (First Budget) રજૂ કરવા જઈ રહ્યા છે. આ તેમનું સતત સાતમું બજેટ...
08:21 AM Jul 23, 2024 IST | Hardik Shah
Union Budget 2024

Union Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે મંગળવારે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi government) ના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ (First Budget) રજૂ કરવા જઈ રહ્યા છે. આ તેમનું સતત સાતમું બજેટ હશે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. મધ્યમ વર્ગથી લઇને ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ સહિત દરેક વર્ગને આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ છે.

આજે સવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મોદી સરકારના 11માં બજેટમાં 2047 સુધીનો રોડમેપ બતાવવામાં આવશે. આ સિવાય મોદી સરકારના છેલ્લા બે કાર્યકાળની ઝલક પણ બજેટમાં જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં મોદી સરકાર આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરી શકે છે. આ સિવાય ખેડૂતોને લગતી મોટી જાહેરાતો પણ થઈ શકે છે.

બજેટમાં ખેડૂતો, રોજગાર, MSME પર ફોકસ રહી શકે છે

આજે રજૂ થનારા બજેટ પર સમગ્ર દેશની નજર છે. દરેક વર્ગ રાહતની રાહ જોઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, મોદી 3.0 ના પ્રથમ બજેટમાં મધ્યમ વર્ગ માટે ટેક્સ પ્રણાલીમાં ફેરફાર થઈ શકે છે. મનરેગા માટે ફાળવણી વધી શકે છે. કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે. MSME ને સરળ લોન મળે તેની ખાતરી કરવા માટે પણ જોગવાઈ કરી શકાય છે.

મધ્યમ વર્ગને રાહત મળી શકે છે

વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર તેમના ધન્યવાદ ભાષણમાં કહ્યું હતું કે મધ્યમ વર્ગ દેશના વિકાસનો ચાલક છે. PM એ કહ્યું હતું કે, અમે મધ્યમ વર્ગને કેવી રીતે બચાવી શકાય અને તેમનું જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગે નીતિ બનાવીશું. આવી સ્થિતિમાં, સરકાર મધ્યમ વર્ગને થોડી રાહત આપી શકે તેવી અપેક્ષા છે.

કિસાન સન્માન નિધિ વધી શકે છે

આ સિવાય PM આવાસ યોજનાના ફંડને વધુ વધારી શકાય છે. PM કિસાન યોજના હેઠળ, વર્ષ 2018 થી, ખેડૂતોને 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવી શકે છે. આવકવેરાના સંદર્ભમાં પણ ફેરફાર થઈ શકે છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં આ સંદર્ભમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. આવી સ્થિતિમાં નાણામંત્રી નવી કર વ્યવસ્થામાં આવકવેરા સ્લેબને 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે.

રોજગાર માટે સરકાર વિશેષ પગલાં લઈ શકે છે

નાણા મંત્રાલયે બજેટ માટે તમામ મંત્રાલયો પાસેથી સૂચનો માંગ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો. ભાજપે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની બેઠકો ગુમાવી છે. આવી સ્થિતિમાં આ બજેટમાં ખેડૂતો પર વિશેષ ફોકસ હોઈ શકે છે. સરકાર આ બજેટમાં મૂડી ખર્ચમાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં સરકાર બાંધકામ અને કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાતો કરી શકે છે. કિસાન સન્માન નિધિ અને PM કિસાન યોજનાને લગતી મોટી જાહેરાતો બજેટમાં કરવામાં આવી શકે છે. કૃષિ ક્ષેત્રમાં કેટલો ઝડપી વિકાસ દર હાંસલ કરી શકાય તે સંબંધિત પગલાં જાહેર કરી શકાય છે.

આ પણ વાંચો: Union Budget 2024: બજેટમાં લેવાશે આ નિર્ણયો! તો શેરબજાર પર થશે મોટી અસર

Tags :
Budgetbudget 2024budget 2024 detailsbudget 2024 highlightsbudget 2024 updateseconomic survey 2024final budget 2024Finance Minister Nirmala SitharamanGujarat FirstHardik Shahincoem tax slabincome tax slabindia budget 2024MODI 3.0modi budgetNarendra ModiNarendra Modi governmentNirmala Sitharamannirmala sitharaman budget 2024nirmala sitharaman speechnirmala sitharaman speech updatesunion budget 2024Union Finance Minister Nirmala Sitharaman
Next Article