Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress Lok Sabha Seat Result: વર્ષ 2014 પછી પહેલીવાર કોંગ્રેસ લોકસભા બેઠક પર 100 નો આંકડો પાર કરશે

Congress Lok Sabha Seat Result: Lok Sabha Election Result 2024 ના શરૂઆતી આંકડાઓ સામે આવી રહ્યા છે. જોકે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ફરી એકવાર કેન્દ્ર સરકારની કમાન BJP સંભાળશે. પરંતુ આ વખતે BJP ને ઘણી લોકસભા બેઠકો પર...
11:54 AM Jun 04, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election, Lok Sabha Election 2024, PM Modi, Congress, BJP, NDA, INDIA Alliance

Congress Lok Sabha Seat Result: Lok Sabha Election Result 2024 ના શરૂઆતી આંકડાઓ સામે આવી રહ્યા છે. જોકે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ફરી એકવાર કેન્દ્ર સરકારની કમાન BJP સંભાળશે. પરંતુ આ વખતે BJP ને ઘણી લોકસભા બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. તો વખતે Lok Sabha Election 2014 ની તુલનામાં કોંગ્રેસને પ્રથમ વખત 100 લોકસભા બેઠક પર જીત મેળવવાનો આંકડો પાર કર્યો છે.

ત્યારે ભારતીય ચૂંટણી પંચ અનુસાર NDA ને 290 લોકસભા બેઠકો અને INDIA Alliance ને 220 લોકસભા બેઠકો મળતી માહિતી જાહેર કરી છે. જોકે Lok Sabha Election 2014 માં કોંગ્રેસને માત્ર 44 લોકસભા બેઠકો પર જીત મળી હતી. તો Lok Sabha Election 2019 માં 52 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે Lok Sabha Election 2014 માં મોદી લહેરનો કોંગ્રેસ પાર્ટીને સામનો કરવો પડ્યો હતો.

BJP ને 282 બેઠકો પર બહુમતી હાંસલ થઈ હતી

Lok Sabha Election 2014 માં ગુજરાત અને રાજસ્થાનથી લઈને પૂર્વ બિહાર અને ઝારખંડ સહિત મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં BJP ના ઉમેદવારની મોટી જીત થઈ હતી. ત્યારે NDA ને 336 બેઠકો પર જીત હાંસલ કરી હતી. તો BJP ને 282 બેઠકો પર બહુમતી હાંસલ થઈ હતી. NDA એ ઉત્તર પ્રદેશમાં 73, મહારાષ્ટ્રમાં 41, બિહારમાં 31 અને મધ્ય પ્રદેશમાં 27 લોકસભા બેઠક પર જીત હાંસલ કરી હતી. તો ગુજરાત તમામ 26 બેઠકો પર, રાજસ્થાનની 26 બેઠકો, દિલ્હીની 7 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 અને ઉત્તરાખંડની 5 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી.

રાજ્યમાંથી કુલ 77 લોકસભા બેઠકો પર જીત નોંધાવી

તો Lok Sabha Election 2019 માં BJP લોકસભાની 543 બેઠકોમાંથી કુલ 303 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ત્યારે BJP સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં 74, બિહાર 39 અને મધ્ય પ્રદેશમાં 28 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી. તો ગુજરાત, રાજસ્થઆન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં જીત નોંધાવી હતી. ત્યારે આ રાજ્યમાંથી કુલ 77 લોકસભા બેઠકો પર જીત નોંધાવી હતી.

 આ પણ વાંચો: Himachal Lok Sabha Election Result: સૌથી લોકપ્રિય અને ચર્ચિત લોકસભા બેઠક મંડી પર ક્વીન કંગના આગળ

Tags :
BJPCongressCongress Lok Sabha Seat ResultGujaratGujarat FirstINDIA allianceLok Sabha Election 2024Lok Sabha Seat Resultlok-sabhaMPNDARajasthanUP
Next Article