Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain Alert : દેશના 14 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજસ્થાનમાં વરસાદ ઓછો થશે, દિલ્હીમાં હળવો વરસાદ કેરળમાં ભારે વરસાદની ચેતવણી, દેશના અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ Rain Alert : ભારે વરસાદથી ઝઝૂમી રહેલા રાજસ્થાનને રવિવારથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) અટકવાની અને આકાશ સાફ થવાની...
rain alert   દેશના 14 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • રાજસ્થાનમાં વરસાદ ઓછો થશે, દિલ્હીમાં હળવો વરસાદ
  • કેરળમાં ભારે વરસાદની ચેતવણી,
  • દેશના અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

Rain Alert : ભારે વરસાદથી ઝઝૂમી રહેલા રાજસ્થાનને રવિવારથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) અટકવાની અને આકાશ સાફ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યપ્રકાશ જોવા મળી શકે છે. જોકે, ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ફરીથી ભારે વરસાદ (Heavy Rain) ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

દેશના અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી

દિલ્હીમાં રવિવારે હળવો વરસાદ (Rain) થઈ શકે છે અને આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. શનિવારે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે 14 રાજ્યોના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, જમ્મુ, આસામ, મેઘાલય અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય કેરળમાં ભારે વરસાદ (Heavy Rain) ને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ (Heavy Rain) અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે.

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી

પથાનમથિટ્ટા, કોટ્ટયમ, ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36 અને 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સંતોષકારક રહી છે.

Advertisement

આ પણ વાંચો:  ઝારખંડમાં 6 બાળકોના મોત, ગ્રામજનોના વિરોધ વચ્ચે પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો

Advertisement
Tags :
Advertisement

.