Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP માં યોગી સરકારની તબીબો સામે મોટી કાર્યવાહી, 26 ડૉક્ટર બરતરફ

યોગી સરકારનો કડક નિર્ણય યોગી સરકારનો આરોગ્ય વિભાગમાં સ્વચ્છતા અભિયાન 26 તબીબો ફરજમાંથી બરતરફ યુપીમાં 26 ડૉક્ટરોના ગેરહાજર રહેવા પર યોગી સરકારની કાર્યવાહી તબીબોની બેદરકારીને યોગી સરકારનો જવાબ UP News : ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે (The Health Department) તબીબોની...
up માં યોગી સરકારની તબીબો સામે મોટી કાર્યવાહી  26 ડૉક્ટર બરતરફ
  • યોગી સરકારનો કડક નિર્ણય
  • યોગી સરકારનો આરોગ્ય વિભાગમાં સ્વચ્છતા અભિયાન
  • 26 તબીબો ફરજમાંથી બરતરફ
  • યુપીમાં 26 ડૉક્ટરોના ગેરહાજર રહેવા પર યોગી સરકારની કાર્યવાહી
  • તબીબોની બેદરકારીને યોગી સરકારનો જવાબ

UP News : ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે (The Health Department) તબીબોની ફરજમાં બેદરકારીને લઈને કડક કાર્યવાહી (Strict Action) કરી છે. યોગી સરકાર (Yogi Government) દ્વારા 26 તબીબો (26 Doctors) ને તેમની ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ નિર્ણય તબીબોની ફરજમાં બેદરકારી અને સતત ગેરહાજરીને લીધે લેવામાં આવ્યો છે.

Advertisement

ફરજમાં બેદરકારી અને ગેરહાજરી

UP ના ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે, સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારીને સહન નહીં કરે અને તબીબો સામે કડક પગલાં લેશે. તેમણે આ પણ ઉમેર્યું કે સામાન્ય લોકો માટે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ આપવી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. બરતરફ કરાયેલા તબીબો વિશે માહિતી આપતા બ્રજેશ પાઠકે કહ્યું કે, તે લોકો તેમના કામમાંથી સતત ગેરહાજર રહેતા હતા, જેનો સીધો ફટકો જનતાને પડે છે.

Advertisement

બરતરફ કરાયેલા ડોક્ટરોની સૂચિ અને બીજી કાર્યવાહી

બરતરફ કરાયેલા ડોક્ટરોમાં જાલૌન, બરેલી, મૈનપુરી, સિદ્ધાર્થનગર, લલિતપુર, બલિયા, બસ્તી, રાયબરેલી, મથુરા, ફિરોઝાબાદ, બહરાઈચ, સહારનપુર, અને શાહજહાંપુરના ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ તબીબોની ગેરહાજરીના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી હતી. યોગી સરકાર દ્વારા આ કડક પગલાં તબીબી વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

યોગી સરકાર સ્પષ્ટ સંદેશ

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ ડોક્ટરોની બરતરફી સાથે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થમાં જુનિયર ડાયરેક્ટર તરીકે નિયુક્ત ડૉ. નીના વર્મા પાસેથી પણ આ મામલે સ્પષ્ટતા માગવામાં આવી છે. યોગી સરકારે આ તબીબો સામે કડક કાર્યવાહી કરીને સાફ સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની બેદરકારીને સહન નહીં કરે. વધુમાં, યોગી સરકારે ત્રણ ડોકટરોના બે વર્ષ માટેના બે ઇન્ક્રીમેન્ટ રોકી દીધા છે અને એક ડૉક્ટરને સેન્સર એન્ટ્રી આપવામાં આવી છે. આ પગલાં સાબિત કરે છે કે યોગી સરકાર આરોગ્ય ક્ષેત્રમાં કડક રીતે નિયમોનું પાલન કરાવે છે અને બેદરકારી વિના કડક કાર્યવાહી કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો:  યોગી સરકારની મોટી જાહેરાત, UP પોલીસ અને PAC માં નિવૃત્ત અગ્નિવીરોને મળશે અનામત

Tags :
Advertisement

.