Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર! કોલકાતાની ઘટનાને પગલે જારી કરી આ માર્ગદર્શિકા

કોલકાતાની ઘટના બાદ યુપીમાં હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા વધારવામાં આવશે UP માં હોસ્પિટલ્સ માટે નવા નિયમ, હિંસા સામે કડક પગલાં હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવા માટે નાયબ મુખ્યમંત્રીએ માર્ગદર્શિકા જારી કરી Alert : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આરોગ્ય વિભાગ (The Health...
up આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર  કોલકાતાની ઘટનાને પગલે જારી કરી આ માર્ગદર્શિકા
  • કોલકાતાની ઘટના બાદ યુપીમાં હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા વધારવામાં આવશે
  • UP માં હોસ્પિટલ્સ માટે નવા નિયમ, હિંસા સામે કડક પગલાં
  • હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવા માટે નાયબ મુખ્યમંત્રીએ માર્ગદર્શિકા જારી કરી

Alert : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આરોગ્ય વિભાગ (The Health Department) કોલકાતામાં મહિલા ડૉક્ટર (woman doctor in Kolkata) ની સાથે બનેલી અમાનવીય ઘટનાને પગલે એલર્ટ મોડ પર છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, વિભાગે રાજ્યની હોસ્પિટલો (Hospitals) ને તાત્કાલિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

Advertisement

હૉસ્પિટલ મેનેજમેન્ટને સૂચના

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ, નાયબ મુખ્યમંત્રીએ રાજયના હોસ્પિટલોના મેનેજમેન્ટને ચોકસાઈથી સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, "હૉસ્પિટલ સ્ટાફની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે."

હૉસ્પિટલમાં ઊઠતા પ્રશ્નો

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કેટલાક લોકો જેમના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, તેઓ માત્ર રાત્રે આરામ કરવા માટે હોસ્પિટલમાં રહેતા હોય છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો:  Bengal Bandh : કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ, BJP નેતાએ શેર કર્યો આ ખતરનાક Video

Advertisement

હિંસા સામે કડક પગલાં

જો હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સામે હિંસા થાય છે, તો હોસ્પિટલના ઈન્ચાર્જ અને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા FIR દાખલ કરવામાં આવશે.

સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવી

આ તમામ પગલા સ્ટાફની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે, જેથી આવું કંઈપણ ભવિષ્યમાં ફરી ન બને.

શું છે કોલકાતા ડૉક્ટર કાંડ?

ઉલ્લેખનીય છે કે, કોલકતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં એક ડૉક્ટર સાથે થયેલી અમાનવીય ઘટનાને લઇને સમગ્ર દેશમાં ડૉક્ટર્સ અને ખાસ કરીને સામાન્ય લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ ઘટનામાં પ્રિન્સિપલના વ્યવહારથી સૌ કોઇ ચોંકી ગયા છે. કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં પીજી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી 9 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રોયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે, 14 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે CBIને આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી લેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:  Kolkata case : ઘટના બાદ ટોળું લાશ સુધી કેવી રીતે પહોંચ્યું? CBI તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.