Jammu & Kashmir : ખાનયારમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એક આતંકી ઠાર
- જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન
- જમ્મુ-કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
- ખાનયાર એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર
- ખાનયારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન
- સુરક્ષા દળોનું કશ્મીર ઓપરેશન ચાલુ
- ખાનયારમાં આતંકી ઠાર, સંઘર્ષ ચાલુ
Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ (army and terrorists) વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટર (encounters) ચાલી રહ્યું છે. અનંતનાગમાં સુરક્ષા દળો (Security Forces) એ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે શ્રીનગરના ખાનયાર (khaniyar) માં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. જોકે, હજું પણ 1થી 2 આતંકવાદીઓને છુપાયેલા હોવાનું સામે આવ્યું છે. જે મકાનમાં આતંકી છુપાયેલો હતો, તેમા મોટો ધમાકો થયો છે. આ પછી ઘરમાં આગ લાગી હતી. વિસ્તારમાં ભારે ધુમાડો જોવા મળી રહ્યો છે. આ ઓપરેશનમાં સેનાના ઘણા જવાનો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે. જેમાં 2 CRPF અને 2 પોલીસ જવાન ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
4 જવાન ઘાયલ થયા
જણાવી દઈએ કે ખાનયારમાં લશ્કરના આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આમાં લશ્કરનો એક મોટો કમાન્ડર છે, તે અહીં છુપાયેલો છે અને કોઈ મોટો ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે. આ પછી વિસ્તારને સુરક્ષા જવાનોએ ઘેરી લીધો હતો. સવારથી જ સુરક્ષાકર્મીઓ આતંકીઓના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે સતત ગોળીબાર કરી રહ્યો હતો, જેમાં 4 જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે સેનાએ કેટલાક પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યો છે જેથી ઘરના એક ભાગમાં આગ લાગી અને અંદર છુપાયેલા આતંકીઓ ધુમાડો જોઈને બહાર આવી જાય, જેથી તેઓને પકડી શકાય અને ઘણા કલાકોથી ચાલતા આ એન્કાઉન્ટરને અંજામ સુધી પહોંચાડી શકાય.
ખાનયારમાં સમયાંતરે ગોળીબાર
આ પહેલા ખાનયારમાં સમયાંતરે ગોળીબાર ચાલુ હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સુરક્ષા દળો આતંકીઓના છુપાયેલા ઠેકાણા શોધીને તેમને ઘેરી લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ઝડપી ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાનયારમાં એક ટોચના બિન-સ્થાનિક કમાન્ડર સહિત લશ્કરના 2 થી 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: Jammu Kashmir: અનંતનાગમાં 2 આતંકી ઠાર, બડગામમાં અથડામણ યથાવત