Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu Kashmir News : કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ

Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામ (Jammu and Kashmir's Kulgam) માં આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષાદળો (Security Forces) વચ્ચે બે અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેના (Indian Army) નો એક જવાન શહીદ (Martyred) થયો હતો અને...
jammu kashmir news   કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા  1 જવાન શહીદ

Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામ (Jammu and Kashmir's Kulgam) માં આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષાદળો (Security Forces) વચ્ચે બે અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેના (Indian Army) નો એક જવાન શહીદ (Martyred) થયો હતો અને 5 આતંકવાદીઓ (Five Terrorists) માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઓછામાં ઓછા 4 આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને પાંચમો આતંકવાદી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે.

Advertisement

2 એન્કાઉન્ટર, 5 આતંકી ઠાર, 1 જવાન શહીદ

સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સહિત સંયુક્ત દળો આ ઓપરેશનને અંજામ આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોદરગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓ સાથે થઇ રહેલા એન્કાઉન્ટરમાં એક સુરક્ષા જવાન પણ શહીદ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી છે. શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક અલગ અથડામણમાં સુરક્ષા દળો દ્વારા ઓછામાં ઓછો એક સૈનિક શહીદ થયો હતો જ્યારે 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. સુરક્ષા દળોએ ગુપ્તચર માહિતીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ પ્રથમ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મોદરગામ ગામમાં શરૂ થયું હતું. સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 2થી 3 આતંકીઓને તેમના ઠેકાણા પર ઘેરી લીધા છે. એન્કાઉન્ટરની માહિતી આપતા કાશ્મીર ઝોન પોલીસે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું પ્રથમ ઓપરેશન શરૂ થયાના કલાકો પછી, કુલગામ જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામમાં બીજું એન્કાઉન્ટર થયું.

અલર્ટ પર સુરક્ષા દળો

સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કર જૂથના આતંકવાદીઓની સંભવિત હાજરી વિશે માહિતી મળી હતી, જેના પછી તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સુરક્ષા દળો ગામમાં પહોંચતા જ ગામમાં એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને જગ્યાએ ભીષણ ગોળીબાર ચાલુ થયો. ગયા મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના બે ટોચના કમાન્ડરો પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન છુપાવવા માટે ઉપયોગમાં લેવાતા મકાનમાં ફસાયા હતા. સુરક્ષા દળો દ્વારા દરેક આતંકી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં તાજેતરમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. ગયા મહિને જ સુરક્ષા દળોએ ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Jammu Kashmir : કુલગામમાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે Firing

આ પણ વાંચો - Jammu and Kashmir : અમેરિકન મરીન જેવી ફોર્સ જમ્મુ-કાશ્મીર પર નજર રાખશે, હવે આતંકીઓની ખેર નહીં…

Advertisement

Tags :
Advertisement

.