Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

...તો અમારો નિર્ણય કંઇક અલગ હોત, જાણો કાશ્મીરના ભારત જોડાણ અંગે ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ દેશમાં લાઉડ સ્પીકરથી લઈને હલાલ મીટ સુધીના મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજનીતિ માટે ખોટું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. વાત માત્ર હિજાબની નથી, અમને કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો અન્ય જગ્યાએ લાઉડસ્àª
   તો અમારો નિર્ણય કંઇક અલગ હોત  જાણો કાશ્મીરના ભારત જોડાણ અંગે ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ દેશમાં લાઉડ સ્પીકરથી લઈને હલાલ મીટ સુધીના મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજનીતિ માટે ખોટું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. વાત માત્ર હિજાબની નથી, અમને કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો અન્ય જગ્યાએ લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હોય તો મસ્જિદોમાં કેમ નહીં?
તમને હલાલ માંસ ખાવા માટે દબાણ નથી કરતા
ઉમર અબ્દુલ્લાએ આગળ કહ્યું કે તમે અમને કહો કે અમારે હલાલ માંસ ન વેચવું જોઈએ. અમારા ધર્મમાં લખ્યું છે કે હલાલ માંસ જ ખાવું જોઈએ. તમે આના પર રોક કેમ લગાવી રહ્યા છો? અમે તમને હલાલ માંસ ખાવા માટે દબાણ નથી કરી રહ્યા કે તમારે હલાલ માંસ ખાવું જોઈએ. અમે તમને નથી કહેતા કે મંદિરોમાં માઈક ન લગાવવા જોઈએ. શું મંદિરો અને ગુરુદ્વારામાં લાઉડસ્પીકર નથી? પણ અમારા લાઉડસ્પીકર જ તમને ખૂંચે છે, અમારો ધર્મ ખૂંચે છે. તમને અમારા કપડા ગમતા નથી. તમને અમારી નમાઝ પઢવાની રીત પસંદ નથી.
અમને નહોતી ખબર કે...
ઉમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે લોકોમાં નફરત ભડકાવવામાં આવી રહી છે. આ એ ભારત નથી જેની સાથે જમ્મુ-કાશ્મીરનો કરાર થયો હતો. અમે તે ભારત સાથે કરાર કર્યો હતો જેમાં દરેક ધર્મને સમાન ગણવામાં આવે છે. અમને એવું નહોતું કહ્યું કે એક ધર્મને વધુ મહત્વ આપવામાં આવશે અને બીજા ધર્મને દબાવી દેવામાં આવશે. જો અમને આ વાત કહેવામાં આવી હોત તો કદાચ અમારો નિર્ણય અલગ હોત. અમે સમજી વિચારીને નિર્ણય કરયો હતો કારણ કે અમને કહેવામાં આવ્યું હતું કે દરેક ધર્મને સમાન અધિકાર મળશે.
Advertisement


ભાઇચારાને ખતમ કરનારા
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આપણે ભાઈચારાની વાત કરીએ છીએ પણ અમારી સ્પર્ધા ભાઈચારાને ખતમ કરવાની વાત કરનારાઓ સાથે છે. અમે તેમને આલવું કરવા માટેની મંજૂરી નહીં આપીએ. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા થોડા સમયથી વિવધ મુદ્દાઓ પર વિવાદ થઇ રહ્યા છે. જેમાં હિજાબ, હલાલ મીટ, મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકર, રસ્તા પર નમાજ પઢવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઓમર અબ્દુલ્લાએ આ નિવેદન આપ્યું હતું.
Tags :
Advertisement

.