કાશ્મીરનું નામ બદલીને ઋષી કશ્યપના નામ પરથી રાખી શકાય: અમિત શાહનો ગર્ભિત ઇશારો
- જમ્મુ કાશ્મીરમાં સનાતનના અનેક પવિત્ર મંદિરોના પુરાવા
- ઇતિહાસ ક્યારેય લુટિયન દિલ્હીમાં બેસીને ન લખી શકાય
- અંગ્રેજોના ચશ્મા પહેરીને ઇતિહાસ લખવાનો સમય જતો રહ્યો
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બ્રિટિશ શાસન દરમિયાન ઇતિહાસમાં લખાયેલી આપણા દેશની પરિભાષા ખોટી છે. ઇતિહાસ લુટિયન દિલ્હીમાં બેસીને લખી ન શકાય, તેને જઇને સમજવો પડે છે. શાસકોને ખુશ કરવા માટે ઇતિહાસ લખાતો તે સમય ભુતકાળ બની ગયો છે. હું ભારતના ઇતિહાસકારોને અપીલ કરુ છું કે પ્રમાણના આધારે ઇતિહાસ લેખન કરે.
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર હતા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે J&K and Ladakh Through the ages પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું કે, કાશ્મીરનું નામ ઋષી કશ્યમના નામ પરથી હોઇ શકે છે. તેમણે કહ્યુ્ં કે, શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠ પરથી સાબિત થાય છે કે કાશ્મીરમાં જ ભારતીય સંસ્કૃતિનો પાયો નંખાયો હતો. સુફી, બૌદ્ધ અને શે મઠ તમામે કાશ્મીરમાં ઘણી સારી રીતે વિકાસ કર્યો.
આ પણ વાંચો : પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા, BPSC વિદ્યાર્થીઓનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો
સંસ્કૃતની ખુબ જ નજીકની ભાષાઓ કાશ્મીરમાં પ્રચલિત
શાહે કહ્યું કે, કાશ્મીરી, ડોગરી, બાલટી અને ઝાંસ્કારી ભાષાને શાસનની સ્વીકૃતિ આપવામાં આવી. જેના માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. વડાપ્રધાન મોદીનો આગ્રહ હતો કે, યુટી બન્યા બાદ કાશ્મીરની નાની ભાષાઓને જીવિત રાખવામાં આવે. જે દર્શાવે છે કે, પીએમ કાશ્મરીને કેટલો પ્રેમ કરે છે અને કાશ્મીર અંગે કેટલું વિચારે છે.
370 અંગે સંવિધાન સભામાં પણ બહુમતી નહોતી
શાહે કહ્યું કે, કલમ 370 અને 35 એ દેશને એક થતા અટકાવતા પ્રાવધાન હતા. સંવિધાન સભામાં પણ આ ધારાઓ અંગે બહુમતી નહોતી. માટે તેને ટેમ્પરરી તે સમયે બનાવ્યું, જો કે આઝાદી બાદ આ કલંકિત અધ્યાયને મોદી સરકારે હટાવ્યો અને વિકાસના રસ્તે મોદી સરકારે ખોલી દીધા છે.
આ પણ વાંચો : શું મેલબોર્ન રોહિત શર્માની હતી છેલ્લી ટેસ્ટ? બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ
યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ થયું
કલમ 370 હટતાની સાથે જ કાશ્મીરમાં ઉગ્રવાદીઓ યુવાનો વચ્ચે સક્રિય થયા. કલમ 370 ને ભારત અને કાશ્મીર સાથેના જોડાણને તોડ્યો માટે આતંકવાદ ખીણમાં જન્મ્યો અને ફેલાયો. ખીણમાં આતંકવાદનો તાંડવ ફેલાયો. જો કે તે હટ્યા બાદ કલમ 370 ના હટ્યા બાદ આતંકવાદમાં ઘટાડો આવ્યો છે.
जम्मू-कश्मीर और लद्दाख के इतिहास, संस्कृति और महत्त्व को दर्शाती 'जम्मू-कश्मीर एवं लद्दाख: सातत्य और संबद्धता का ऐतिहासिक वृत्तांत' पुस्तक के विमोचन कार्यक्रम से लाइव…
https://t.co/iwGrb6On02— Amit Shah (@AmitShah) January 2, 2025
ભારતની સીમા સાંસ્કૃતિક પરંપરા પર આધારિત
કાશ્મીરના ઇતિહાસને પુસ્તક દ્વારા સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક સ્થળ પર કાશ્મીર પર આ પુસ્તકમાં પ્રમાણ સાથે ઇતિહાસ દર્શાવાયો છે. ભારત સમગ્ર વિશ્વનો એકમાત્ર એક દેશ છે, જેની બાઉન્ડ્રી સાંસ્કૃતિક પરંપરાના આધારે છે, માટે કાશ્મીરથી કન્યાકુમારી ભારત એક છે. ભારતને સમજવાનો પ્રયાસ પણ સાચો હોઇ શકે છે, જ્યારે જિયો સંસ્કૃતિના કલ્ચરને સમજવું પડશે.
આ પણ વાંચો : કમળના ફૂલની આકૃતિ, મંદિરની ઘંટડીના નિશાન...; જાણો સંભલની શાહી જામા મસ્જિદના સર્વેમાં શું મળ્યું?
મુગલો અને અંગ્રેજોના ચશ્મા પહેરીને ઇતિહાસ લખાયો
આપણા દેશને તોડનારા તથ્યોને સમજવા પડશે. તથ્યોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યા. ઇતિહાસને વક્ર દ્રષ્ટિકોણથી કેટલાક લોકોએ જોયો. આ પુસ્તકથી એકવાત સિદ્ધ થાય છે કે, ભારતના ખુણે ખુણામાં સંસ્કૃતિના અંશ તો વિખરાયેલા છે અનેક અંશ તો કાશ્મીરમાંથી જ આવેલા છે.
કાશ્મીર ભારતનો હિસ્સો હતો છે અને રહેશે.
કાશ્મીર ઐતિહાસિક રીતે જ ભારતનો અંશ હતો છે અને રહેશે. અલગ કરવાનો પ્રયાસ જે લોકોએ કર્યો પરંતુ હવે નહીં કરી શકે. કાશ્મીરમાં જે મંદિર મળ્યા તેનો ઉલ્લેખ અનેક ઐતિહાસિક પુસ્તકોમાં મળે છે. કાશ્મીર સાથે ભારતની અતુટ જોડ છે. લદ્દાખમાં તોડવામાં આવેલા મંદિર, સંસ્કૃતનું કાશ્મીરમાં ઉપયોગ અને કાશ્મીર પર આઝાદી બાદ થયેલી ભૂલો અને તેના સુધાર સહિતની તમામ બાબતો આ પુસ્તકમાં છે.
આ પણ વાંચો : Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ